Not Set/ અમદાવાદમાં BRTSનો કહેર યથાવત્/ દૂધેશ્વર બ્રિજ પાસે BRTS બસે કારને મારી ટક્કર,મહિલા ઇજાગ્રસ્ત

રાજ્યમાં દિવસે ને દિવસે BRTSનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં બેફામ દોડતી BRTS બસો સામાન્ય લોકોના ભોગ લઇ રહી છે. ગયા અઠવાડિયે અમદાવાદ અને સુરતમાં થયેલા અકસ્માતને હજુ લોકો ભૂલ્યા પણ નથી. ત્યારે વધુ એક અમદાવાની અકસ્માતની ઘટના સામે આવી છે. સોમવારે જયારે અમદાવાદ શહેરમાં BRTSના અકસ્માત અટકાવવા માટે ગાંધીનગરમાં બેઠક મળી હતી. […]

Ahmedabad Gujarat
Untitled 52 અમદાવાદમાં BRTSનો કહેર યથાવત્/ દૂધેશ્વર બ્રિજ પાસે BRTS બસે કારને મારી ટક્કર,મહિલા ઇજાગ્રસ્ત

રાજ્યમાં દિવસે ને દિવસે BRTSનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં બેફામ દોડતી BRTS બસો સામાન્ય લોકોના ભોગ લઇ રહી છે. ગયા અઠવાડિયે અમદાવાદ અને સુરતમાં થયેલા અકસ્માતને હજુ લોકો ભૂલ્યા પણ નથી. ત્યારે વધુ એક અમદાવાની અકસ્માતની ઘટના સામે આવી છે.

સોમવારે જયારે અમદાવાદ શહેરમાં BRTSના અકસ્માત અટકાવવા માટે ગાંધીનગરમાં બેઠક મળી હતી. તે પહેલા જ અમદાવાદના દૂધેશ્વર દધિચી બ્રિજ પાસે BRTS બસે કારને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.