Not Set/ ગોંડલ/ ભુણાવા-ભરૂડી નજીક અજાણ્યા યુવાકની હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ

ઔદ્યોગિક ઝોન તરીકે ઉભરી રહેલા ગોંડલના ભુણાવા-ભરૂડી ગામ પાસે હત્યા કરાયેલી હાલતમાં એક અજાણ્યા યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. લાશ મળી આવતાં તાલુકા પોલીસ, એલસીબી સહિત ની પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જણાવી એ કે યુવાનની લાશ પાસે મોબાઇલ ફોન તેમજ પાણીની બોટલ મળી આવતા […]

Gujarat Others
Untitled 62 ગોંડલ/ ભુણાવા-ભરૂડી નજીક અજાણ્યા યુવાકની હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ

ઔદ્યોગિક ઝોન તરીકે ઉભરી રહેલા ગોંડલના ભુણાવા-ભરૂડી ગામ પાસે હત્યા કરાયેલી હાલતમાં એક અજાણ્યા યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. લાશ મળી આવતાં તાલુકા પોલીસ, એલસીબી સહિત ની પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જણાવી એ કે યુવાનની લાશ પાસે મોબાઇલ ફોન તેમજ પાણીની બોટલ મળી આવતા તેને કબજે કરી હતી.

આ મામલે પ્રપ્ત માહિતી અનુસાર ગોંડલના ભુણાવા-ભરૂડી પાસે આવેલ ઔદ્યોગિત વિસ્તાર નજીક હાઇવે પાસે એક અજાણ્યા યુવકને શંકાસ્પદ હાલતમાં લાશ મળી અવી હતી. જ્યારે લોકોએ એક યુવકને અહી જમીન પર પડેલો જોયો અને શંકા જતા નજીક જઈને જોયું તો યુવક મૃત હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે એકઠાં થયેલા લોકોએ તાત્કાલિક પોલીસને બનાવની જાણ કરી હતી.

આ મામલે પોલીસે જણાવ્યા હતું કે, કોઈ અજાણ્યા યુવાન કે જેની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું લાગી રહ્યું છે. પ્રાથમીક તપાસમાં પોલીસને આ યુવાનની પીઠ, ડાબો હાથ તેમજ બેઠકના ભાગે ઇજાના નિશાનો જણાયા હતા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય કે આ વિસ્તાર ઔદ્યોગીક ઝોન હોવાથી અહીં દેશભરમાંથી લોકો રોજગારીની ખોજમાં આવીને રહે છે.

આ મામલે ચર્ચાઈ રહ્યું હતું કે ગતરાત્રીના કેટલાક કારખાનેદારો દ્વારા યુવાન પર ચોરીની શંકા કરી માર મારવામાં આવ્યો હતો, હાલ પોલીસે લાશનો કબજો લઇ મોતનું કારણ જાણવા પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી પીએમ રિપોર્ટ આવ્યા બાદ યુવાનનું કઈ રીતે મોત નીપજ્યું છે તે બહાર આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.