મોટુ ઓપરેશન/ ગુજરાત ATSએ દિલ્હીમાંથી અફઘાન નાગરિકને 8 કરોડ ડ્રગ્સ સાથે ઝડપ્યો

ડ્રગ્સ મામલે દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ગુજરાત એટીએસે  મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અફધાન નાગરિકને ડ્રગ્સ સાથએ ઝડપી પાડ્યો છે.

Top Stories India
3 1 3 ગુજરાત ATSએ દિલ્હીમાંથી અફઘાન નાગરિકને 8 કરોડ ડ્રગ્સ સાથે ઝડપ્યો
  • દિલ્હીમાં ગુજરાત ATSનું મોટુ ઓપરેશન
  • અફઘાન નાગરિક પાસેથી ઝડપ્યું ડ્રગ્સ
  • 8 કિલો ડ્રગ્સ સાથે અફઘાન નાગરિક ઝડપાયો
  • ડ્રગ્સની આંતર રાષ્ટ્રીય બજારમાં કિંમત 40 કરોડ
  • હેરોઇન ક્યાંથી લવાયું તે અંગે તપાસ શરૂ

ભારત ડ્રગ્સનું હબ બની રહ્યું છે અને ખાસ ગુજરાતમાંથી ડ્રગ્સ વધુ પકડાય છે. ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાઇ માર્ગને ડ્ર્ગ્સ મોકલે છે, પરતું રાજ્યના પોલીસ સક્રીય ભૂમિકા ભજવતી હોવાથી કરોડોનો ડ્રગ્સ પકડાઇ રહ્યો છે. ડ્રગ્સ મામલે દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ગુજરાત એટીએસે  મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અફધાન નાગરિકને ડ્રગ્સ સાથએ ઝડપી પાડ્યો છે. આ અફધાન નાગરિક પાસેથી 8 કિલો ડ્રગ્સ પકડાયો છે. તેની પાસેથી હેરોઇન પકડાઇ હતી. અફધાન નાગરિક પાસે 8 કિલો ડ્રગ્સ પકડાયો છે.હાલ એટીએસ તેની સઘન પુછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસને બાતમી મળી હતી જે પગલે આ મિશન પાર પાડવામાં આવ્યું  હતું. આ અંગે હાલ અફઘાન નાગરિકને પુછપરછ કરવામાં આવી છે. કે ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું.