Not Set/ આપઘાત કરનાર પીએસઆઇ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય નહોતું થયું,તપાસમાં વળાંક

અમદાવાદ, કરાઇ ખાતે તાલિમાર્થી પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આપઘાત કર્યા પછી તેનો વિવાદ વધતો જ જાય છે.દેવેન્દ્ર સિંહે આપઘાત કરતાં પહેલાં તેમના ઉપરી અધિકારી ડીવાયએસપી એન પી પટેલ પર આરોપો મુક્યા હતા.દેવેન્દ્રસિંહના મોત પછી તેમની પત્નિ ડીવાયએસપી એન પી પટેલ પર એવો આરોપ મુક્યો હતો તેમના પતિ સાથે એન પી પટેલ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા હતા. […]

Ahmedabad Gujarat
vvb આપઘાત કરનાર પીએસઆઇ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય નહોતું થયું,તપાસમાં વળાંક

અમદાવાદ,

કરાઇ ખાતે તાલિમાર્થી પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આપઘાત કર્યા પછી તેનો વિવાદ વધતો જ જાય છે.દેવેન્દ્ર સિંહે આપઘાત કરતાં પહેલાં તેમના ઉપરી અધિકારી ડીવાયએસપી એન પી પટેલ પર આરોપો મુક્યા હતા.દેવેન્દ્રસિંહના મોત પછી તેમની પત્નિ ડીવાયએસપી એન પી પટેલ પર એવો આરોપ મુક્યો હતો તેમના પતિ સાથે એન પી પટેલ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા હતા.

જો કે આ આપઘાત કેસમાં તપાસ એજન્સી અને ક્રાઇમ બ્રાંચની ટીમ એવા તારણ પર પહોંચી છે કે મૃતક પીએસઆઈ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું ન હતું.

કરાઇ ખાતેના તાલીમાર્થી પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસના 15 દિવસ બાદ ક્રાઇમ બ્રાંચે ઓટોપ્સી રિપોર્ટને ટાંકીને ખુલાસો કર્યો છે કે, મૃતક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું ન હતું.

દેવેન્દ્ર સિંહની  આત્મહત્યાને પછી ડીવાયએસપી એનપી પટેલ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો છે. પરંતુ પોલીસ તપાસમાં તેની વિરુદ્ધ કોઈ જ પુરાવા મળ્યા નથી અને હજુ સુધી તેમની દરપકડ પણ નથી કરાઇ.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અમને જેની સામે આક્ષેપ થયા છે તેમની વિરુદ્ધ કોઈ જ પુરાવા મળ્યા નથી. તેમજ પીએસઆઈને આપ્રાકૃતિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય એવા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કોઈ પુરાવા મળ્યા નથી.

ડીવાયએસપીની ધરપકડ અંગે અધિકારીએ કહ્યું કે,”તેઓ હાલ કરાઇ એકેડેમી ખાતે જ છે. હાલના તબક્કે એ વાત સાબિત નથી થઈ શકી કે તેમણે પીએસઆઈને આપઘાત કરવા માટે મજબૂર કે ઉશ્કેર્યો હતો.”

ઉલ્લેખનીય છે કે 2016-17ની બેચના પીએસઆઈ તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ દેવેન્દ્રસિંહ રાઠોડે 31મી ડિસેમ્બરના રોજ ચાંદલોડિયા ખાતે આવેલા પોતાના ઘરમાં રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા તેમણે સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે ડીવાયએસપીના ત્રાસને કારણે તે આવું પગલું ભરી રહ્યા છે. બીજી જાન્યુઆરીના રોજ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. કરાઇના ડીવાયએસપી એન.પી. પટેલનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યા બાદ જ ત્રીજી જાન્યુઆરીએ દેવેન્દ્રસિંહના પરિવારે તેમનો મૃતદેહ સ્વીકાર્યો હતો.

આપઘાત બાદ મૃતક પીએસઆઈના પત્ની ડિમ્પલ રાઠોડે કરાઇના ડીવાયએસપી વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, તેઓ મારા પતિને એક પુરુષના પુરુષ સાથેના સંબંધ હોય તેવા સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યા હતા.