Not Set/ જી.એસ.ટીનાં નામે ગ્રાહકોને નકલી બીલ આપી વેપારીઓ કરે છે લૂંટ

બનાસકાંઠા, બનાસકાંઠાનાં થરાદમાં જી.એસ.ટી.નાં નામે વેપારીએ ઉધાડી લૂંટ કરી હોવાની ચર્ચાએ ચકચાર મચાવી છે. વેપારી નકલી બીલ આપી ગ્રાહકોને છેતરી વેટ ચોરી કરતા હોવાની માહિતી સામે આવી છે. ટેક્ષથી બચવા સાદા કાગળો ઉપર બીલ બનાવી વેટ ચોરી કરવામાં આવે છે અને ખોટો ભાવ લખી લોકોને છેતરવાની જવેલર્સના વેપારીઓની નીતિથી જાહેર જનતામાં રોષ ફેલાયો છે. થરાદમાં […]

Top Stories
WhatsApp Image 2018 04 07 at 4.43.26 PM જી.એસ.ટીનાં નામે ગ્રાહકોને નકલી બીલ આપી વેપારીઓ કરે છે લૂંટ

બનાસકાંઠા,

બનાસકાંઠાનાં થરાદમાં જી.એસ.ટી.નાં નામે વેપારીએ ઉધાડી લૂંટ કરી હોવાની ચર્ચાએ ચકચાર મચાવી છે. વેપારી નકલી બીલ આપી ગ્રાહકોને છેતરી વેટ ચોરી કરતા હોવાની માહિતી સામે આવી છે. ટેક્ષથી બચવા સાદા કાગળો ઉપર બીલ બનાવી વેટ ચોરી કરવામાં આવે છે અને ખોટો ભાવ લખી લોકોને છેતરવાની જવેલર્સના વેપારીઓની નીતિથી જાહેર જનતામાં રોષ ફેલાયો છે.

થરાદમાં નકલી બીલ ફાળતો વેપારી કેમેરામાં કેદ થઇ ગયો હતો. જેને લઇને સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યુ છે કે સરકારના વેટ વિભાગના અધિકીરીઓએ લોકોને છેતરતા વેપારીઓના શો રૂમ પર દરોડા પાડી વેપારીઓને દંડ ફટકારનો જોઇએ. જેનાથી આગામી સમયમાં લોકો છેતરપિંડીથી બચી શકે. ખાસ કરીને લગ્ન પ્રસંગ દરમ્યાન છેતરપિંડીની ઘટનાઓ છાશવારે ઘટે છે.

જીવનભરની મૂળી લોકો સોનાના દાગીના પાછળ ખર્ચી નાખતા હોય છે. ત્યારે વેપારીઓની છેતરપિંડીનો ભોગ મધ્યમ વર્ગના લોકોનાં માથાના દુખાવા સમાન સાબીત થાય છે. પરંતુ લોકોને માહિતી ન હોવાથી છેતરપિંડીની ઘટનાઓનો ભોગ બને છે.