Not Set/ લાખણી: તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયો હોબાળો, પોલીસ બોલાવવાની પડી ફરજ

બનાસકાંઠા બનાસકાંઠાની લાખાણી તાલુકા પંચાયતમાં હોબાળો થયો હતો. આ હોબાળો ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયો હતો.  હોબાળો અતિ ઉગ્ર થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાખણી તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં બજેટલક્ષી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપ […]

Gujarat
દીપડો. 1 લાખણી: તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયો હોબાળો, પોલીસ બોલાવવાની પડી ફરજ

બનાસકાંઠા

બનાસકાંઠાની લાખાણી તાલુકા પંચાયતમાં હોબાળો થયો હતો. આ હોબાળો ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયો હતો.  હોબાળો અતિ ઉગ્ર થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાખણી તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં બજેટલક્ષી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સભ્યો બાખડ્યા હતા અને તાલુકા પંચાયતના પ્રમુખ સામે ભાજપના સભ્યોએ ઝપાઝપી કરી હતી. ઝપાઝપી ઉગ્ર થતાં TDO દોડી આવ્યા હતા અને તાલુકા પંચાયતના પ્રમુખને જાકારો આપીને પંચાયતની બહાર નિકળી જવા માટે ક્હ્યું હતું.

પ્રમુખે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભાજપ પોતાની સત્તાનો દૂરઉપ્યોગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં લાખાણી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઇ પડી હતી.

જેથી ચિઠ્ઠી ઉછાળી પ્રમુખને નક્કી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યાં કોંગ્રેસના સભ્યને પ્રમુખ તરીકે અને ભાજપના સભ્યને ઉપપ્રમુખ તરીકે વરણી કરાઇ હતી. જેથી ભાજપના સભ્યોએ કોંગ્રેસના પ્રમુખ પર દાઝ રાખીને ઝપાઝપી કરી હોય તેમ લાગી રહ્યું છે.