Not Set/ બેટીઓ નથી સલામત..3 વર્ષની આ માસુમ બાળકીઓની આ નરાધમોએ શું હાલત કરી,વાંચો

ઇડર,ખાખરા આમ તો ગુજરાત માટે કહેવાય છે કે બેટીઓ સલામત રહે છે.સરકાર પણ બેટી બચાવો અભિયાન ચલાવે છે.જો કે સલામત ગણાતા રાજ્યમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મના કેસો વધી રહ્યાં છે. છેલ્લાં એક મહિનામાં પાંચ જેટલી બાળકીઓ પર જાતીય દુષ્કર્મ થયું છે અને તેમની હત્યા પણ કરી દેવાઇ છે. વિકૃતે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યુ,અગાઉ […]

Top Stories
vlcsnap 2018 03 04 17h08m56s434 બેટીઓ નથી સલામત..3 વર્ષની આ માસુમ બાળકીઓની આ નરાધમોએ શું હાલત કરી,વાંચો

ઇડર,ખાખરા

આમ તો ગુજરાત માટે કહેવાય છે કે બેટીઓ સલામત રહે છે.સરકાર પણ બેટી બચાવો અભિયાન ચલાવે છે.જો કે સલામત ગણાતા રાજ્યમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મના કેસો વધી રહ્યાં છે. છેલ્લાં એક મહિનામાં પાંચ જેટલી બાળકીઓ પર જાતીય દુષ્કર્મ થયું છે અને તેમની હત્યા પણ કરી દેવાઇ છે.

વિકૃતે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યુ,અગાઉ પણ કરી હતી ‘નીચ’ હરકત

ઇડરના લાલોડા ગામમાં 27 ફેબ્રુઆરીએ 3 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.આ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. ઇડર પોલિસે આ બાળકી સાથે દુષ્કર્મ કરનાર સુરેશભાઇ દેવજીભાઇ પરમારની ધરપકડ કરી છે. સુરેશની ધરપકડ થતાં ઇડરના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

સુરેશે જે બાળકી સાથે દુષ્કર્મ કર્યો તેના અપહરણની ફરિયાદ 25 તારીખે પોલિસ સ્ટેશનમાં નોંધાઇ હતી.સુરેશ અમદાવાદમાં મજુરી કામ માટે આવ્યો હતો.આ બાળકીનો પરિવાર અમદાવાદ રહે છે અને સુરેશે અહીંથી તેનું અપહરણ કર્યું હતું.પોલિસે આ બાળકીના પોસ્ટર પણ છપાવીને તેને શોધવા માટેના પ્રયત્ન કર્યા હતા.

ઇડરના એસપી સૌરભ સિંહ કહે છે કે, સુરેશ ઇડરમાં એક નવા બંધાતા મકાનમાં બાળકીને લઇ ગયો હતો અને ત્યાં તેની પર દુષ્કર્મ કર્યું હતું અને તેની હત્યા કરી નાંખી હતી.

સાંભળીને તમને ભારે ગુસ્સો આવે એવી વાત તો એ છે કે સુરેશે અગાઉ પણ 2008માં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને આ ગુનાના આરોપસર તે સાત વર્ષ જેલમાં પણ જઇ આવ્યો છે.પોલિસે સુરેશની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા.

ખુદ 50 વર્ષના મામાએ જ 3 વર્ષની ભાણેજ પર દુષ્કર્મ કર્યું

Amreli Rape બેટીઓ નથી સલામત..3 વર્ષની આ માસુમ બાળકીઓની આ નરાધમોએ શું હાલત કરી,વાંચો

અમરેલીના બાબરા તાલુકાના ખાખરીયા ગામે રહેતા રૂપલબેન પોતાની દિકરી સાથે પોતાના પિયર લાઠી આવ્યા હતા.લાઠીમાં ચાર વર્ષની આ  બાળકી ઉપર તેના જ કૌટુંબિક મામાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાળકીને બીજે દિવસે દુખાવો ઉપડતા બાળકીના પિતા આ માસુમને બાબરા દવાખાને સારવાર માટે લાવી હતી.બાળકીની હાલત અને તેની હકીકત ચોંકાવનારી હતી. બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા પોલિસે તેના 50 વર્ષના મામા હસુ મનુ ઝાપડિયાની ધરપકડ કરી છે.

પીડીત બાળકી અને તેનો સગીર સગા મામા સાથે આરોપી હસુના ઘરે કુહાડી લેવા ગયા હતા.હસુએ સગીર છોકરાને પૈસા આપીને કુલ્ફી લેવા મોકલ્યો હતો અને એ પછી બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.