ભારત બંધ/ ભારત બંધની ગુજરાતમાં નહીવત અસર, મહાનગરોમાં જનજીવન રાબેતામુજબ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આજ રોજ કિસાનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાં નહીવત અસર જોવા મળી છે.

Top Stories Gujarat Others
Untitled 1 ભારત બંધની ગુજરાતમાં નહીવત અસર, મહાનગરોમાં જનજીવન રાબેતામુજબ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આજ રોજ કિસાનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાં નહીવત અસર જોવા મળી છે. કેટલીક જગ્યાએ કોંગ્રેસના નેતાઓને દીતેન કરવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ માર્કેટિંગ યાર્ડ બંધ જોવા માયા હતા. બાકી સામાન્ય જનજીવન જોવા મળ્યું છે. ભારત બંધને એકંદરે ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.

અહીં ખેડૂતો પણ રાબેતા મુજબ ખેતીકામ કરવા અને પોતાની જણસ વેંચવા જઇ રહ્યાં છે.  તમામ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન ચાલુ છે તેમજ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના મુખ્ય બજારો તેમજ તમામ માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ છે.

ખેડૂતોના આંદોલનના પગલે આપવામાં આવેલા ભારત બંધના એલાનને અમદાવાદમાં પ્રતિસાદ મળ્યો નહોતો. દુકાનો, મોલ સહિત જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. સવારથી અમદાવાદમાં ઓટોરિક્ષા સહિતના વાહનો રાબેતા મુજબ ચાલી રહ્યું છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દુધ , શાકભાજી પુરવઠો પણ શહેરમાં આવી રહ્યો હતો.લોકો પણ રોજિંદા નિત્યક્રમ પ્રમાણે ઓફિસ જવા નીકળ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…