Not Set/ BJP નેતા આઈ. કે. જાડેજાનું રોડ-રસ્તા ને લઈને ટ્વીટ –જવાબદાર અધિકારી આ રોડ-રસ્તા પર ચાલી બતાવે…!!

એકબાજુ કેન્દ્ર સરકાર MV એક્ટ લાગુ  કરી રહી છે, ગુજરાત સરકાર પણ નવા  સુધારેલા દરો સાથે તેને ગુજરાતમાં અમલમાં મૂકવાની તૈયારી કરી લીધી છે. જેની સામે  હાલમાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજા તો ઠીક છે સાથે સાથે ભાજપના નેતાઓએ પણ આ નવા MV એક્ટ ને લઈને બગવાતના બણગાં ફૂકવાનું શરૂ કરી દીધું […]

Top Stories Ahmedabad Gujarat
i k jadeja BJP નેતા આઈ. કે. જાડેજાનું રોડ-રસ્તા ને લઈને ટ્વીટ –જવાબદાર અધિકારી આ રોડ-રસ્તા પર ચાલી બતાવે...!!

એકબાજુ કેન્દ્ર સરકાર MV એક્ટ લાગુ  કરી રહી છે, ગુજરાત સરકાર પણ નવા  સુધારેલા દરો સાથે તેને ગુજરાતમાં અમલમાં મૂકવાની તૈયારી કરી લીધી છે. જેની સામે  હાલમાં પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રજા તો ઠીક છે સાથે સાથે ભાજપના નેતાઓએ પણ આ નવા MV એક્ટ ને લઈને બગવાતના બણગાં ફૂકવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત સરકાર ના રોડ અને રસ્તાની હાલત જોઈને નેતાઓનો આક્રોશ પણ હવે સામે આવી રહયો છે. ભાજપના સિનિયર નેતા અને આગેવાન આઈ.કે જાડેજાએ ટ્વીટ કરીને ગુજરાતનાં રોડ અને રસ્તાની પોલ ખોલી છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, અમદાવાદ માં બોપલ થી શાંતિ પૂરા ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલત માં છે.  અઢી મહિના અગાઉ જ બોપલને સમાંતર રિંગ રોડથી YMCA કલબ સામેના રોડ સુધીનું કામ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રોડની બંને તરફ માત્ર કપચીનું પુરાણ કરવામાં આવ્યું હતું.  પરંતુ શહેરમાં પડેલા વરસાદે તમામ રસ્તાઓ બિસ્માર  થઈ ગયા છે. આ રોડ ની હાલત તંત્ર જાણે છે  છતાય આંખ આડા કાન કરીને બેસી રહી છે. અને માત્ર કપચી ના પુરાણ ને આધારે ફરી થી રોડ ચાલુ કરી દેવાયા છે.

પોતાની જ સરકાર  હોવા  છતાય આઇકે જાડેજા માત્ર ટ્વીટ કરીને કેમ સંતોષ મણિ રહ્યા છે ..? તે સવાલ પ્રજાને પણ પરેશાન કરી રહ્યો છે. ભાજપના રાજમાં  ભાજપના  જ નેતા આમ ટ્વીટર પર પોતાની વ્યથા કેમ ઠાલવી રહ્યા છે…? શું તે પોતે પણ જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા કે ભરાવવામાં અસમર્થ છે..?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.