ગુજરાત/ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદીએ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપે વિધાનસભાની ચૂંટણીના આશરે 15 મહિના પહેલા રૂપાણીને બદલીને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા છે…

Gujarat Others
શપથ

ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપે વિધાનસભાની ચૂંટણીના આશરે 15 મહિના પહેલા વિજય રૂપાણીને બદલીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા છે. 59 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને ગઈ કાલે સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના 17 મા મુખ્યમંત્રી છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ડિસેમ્બરમાં યોજાવાની છે.

આ પણ વાંચો :જામનગર ના કાલાવાડ અને ગ્રામ્યપંથકોમાં આભ ફાટતા અલિયાબાડા અને બાંગા ગામ બેટમાં ફેરવાયા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના તમામ નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી. મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણાના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી.

આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ ટ્વીટ કરીને ગુજરાતના નવા સીએમની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!

આ પણ વાંચો :ભુપેન્દ્ર પટેલે ગુજરાતનાં નવા CM તરીકે લીધાં શપથ, ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં હાજર

મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા,મનસુખ ભાઈ માંડવીયા,તેમજ  અન્ય મંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ,પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ,વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સૌએ નવ નિયુક્ત મુખ્યમંત્રીને પુષ્પ ગુચ્છ આપી શુભકામના આપી હતી.

આ પણ વાંચો :ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણમાં MP ના CM શિવરાજ સિંહ ચૌહાણ રહેશે હાજર

આ પણ વાંચો :ધંધુકા-બગોદરા રોડ પર એક સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનામાં 4 લોકોના મોત

સીએમ પદની શપથગ્રહણ કરતા પહેલા રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી.  સી.આર. પાટીલે નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને શુભકામના પાઠવી હતી.

આ પણ વાંચો :વરસાદને લઈને મનપા કમિશ્નર દ્વારા રાજકોટવાસીઓને કરાઈ આ ખાસ અપીલ

મહત્વનું છે કે, ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને  તાત્કાલિક મદદ સહાય  પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.