Not Set/ ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત થતા ત્રણ વાહનમાં આગ લાગી, બે લોકોનાં મોત થયા

ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જે બાદમાં ક્રેન દ્વારા ટ્રક, ટ્રેલર ખસેડાતા રિક્ષામાં બેઠેલો એક મુસાફર જીવતો ભૂંજાયો હોવાનું જાણવા મળ્યું હતું

Gujarat Others
Untitled 213 ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત થતા ત્રણ વાહનમાં આગ લાગી, બે લોકોનાં મોત થયા

રાજયમાં દિવસેને  દિવસે અકસ્માત, લૂંટ, મૃત્યુ જેવા  બનાવો વધતા જોવા મળી રહ્યા છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામે છે . જે અંતર્ગત આજે  ડીસા પાલનપુર નેશનલ હાઈવેપર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માત માં ત્રણ વાહનો સળગી ગયા હતા. અકસ્માતમાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રિક્ષા   પણ સળગી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક મુસાફર જીવતો જ ભૂંજાયો હતો, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ બનાવમાં કુલ બે લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો ;રાજકોટ / જિલ્લાના 432 ગામોમાં 100 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું

ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત (4 vehicles collide near  સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડિવાઈડર વચ્ચે પડેલા કટમાં એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રિક્ષા ઊભી રહી ગઈ હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બંને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા ચગદાઈ જવા પામી હતી.

આ પણ વાંચો ;ગુજરાત /  સુરતમાં જન્મ દિવસની પાર્ટીમાં બોલાવવામાં આવી બાર ડાન્સર, જુઓ Video

ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જે બાદમાં ક્રેન દ્વારા ટ્રક, ટ્રેલર ખસેડાતા રિક્ષામાં બેઠેલો એક મુસાફર જીવતો ભૂંજાયો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઇકો વાનમાં સવાર મુસાફરો પૈકી એક મુસાફરનું ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો ;Interesting / આ દેશમાં Underwear ની થઇ ભારે અછત, લોકો 3થી 4 ગણો ભાવ આપી કરી રહ્યા છે ખરીદી