Not Set/ 30.30 લાખની કિંમતના દારૂની બોટલો પર ફેરવાયું બુલડોઝર

ભરૂચ, ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આમોદના રેવા સુગરના મેદાનમાં જંબુસર ડિવિઝનની પોલીસ દ્વારા આ વિદેશી દારૂનો નાશ કરાયો હતો. જંબુસર ડિવિઝનમા આવતા તમામ પોલીસ મથકો જેવા કે આમોદ, જંબુસર, વેડચ, કાવી વગેરેમાંથી ઝડપાયેલા વિદેશી દારૂની પેટીઓનો આમોદ નજીક આવેલ રેવા સુગરના મેદાનમાં નાશ કરાયો હતો. જેમાં […]

Top Stories
daru1 30.30 લાખની કિંમતના દારૂની બોટલો પર ફેરવાયું બુલડોઝર

ભરૂચ,

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આમોદના રેવા સુગરના મેદાનમાં જંબુસર ડિવિઝનની પોલીસ દ્વારા આ વિદેશી દારૂનો નાશ કરાયો હતો.

daruuu 1 30.30 લાખની કિંમતના દારૂની બોટલો પર ફેરવાયું બુલડોઝર

જંબુસર ડિવિઝનમા આવતા તમામ પોલીસ મથકો જેવા કે આમોદ, જંબુસર, વેડચ, કાવી વગેરેમાંથી ઝડપાયેલા વિદેશી દારૂની પેટીઓનો આમોદ નજીક આવેલ રેવા સુગરના મેદાનમાં નાશ કરાયો હતો.

daruuu 30.30 લાખની કિંમતના દારૂની બોટલો પર ફેરવાયું બુલડોઝર

જેમાં આશરે 8,297 બોટલોનો નાશ કરાયો હતો. જેની કિંમત રૂપિયા 30,29,450 હતી. પોલીસે આ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કર્યો હતો.

daruu 30.30 લાખની કિંમતના દારૂની બોટલો પર ફેરવાયું બુલડોઝર

આ વેળાએ જંબુસર ડિવિઝનના ડેપ્યુટી પોલીસ અધિકારી એ. જી. ગોહીલ, નાયબ કલેકટર પટેલ તથા નશાબંધી ખાતાના ચૌહાણ અને આમોદ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ તથા આમોદ નગરપાલિકાના પ્રમુખ સાજીદભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.