Not Set/ ભવનાથના મેળામાં 56 હજાર કરતાં વધુ શ્રધાળુઓ આવ્યા હતાં 100 વર્ષ પહેલા

જૂનાગઢ જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રી મેળાનો 9મીથી પ્રારંભ થયો છે. દર વર્ષે મેળામાં લાખો લોકો ઉમટી પડે છે પરંતુ ૧૦૦ વર્ષે પૂર્વે યોજાયેલી શિવરાત્રી મેળામાં પાંચ દિવસ દરમ્યાન છપ્પન હજાર આઠસો તેવીસ યાત્રીકો આવ્યા હોવાની નવાબી શાસનના રેકર્ડમાં નોંધ થયેલી છે. સાધુ-સંતોનાં આ મેળામાં દુકાનોના એગ્રીમેન્ટ બનાવી ઇજારો અપાતો હતો..અને તેનો રોજ રાજ્યને અહેવાલ આપવો પડતો […]

Top Stories
Aghori sadhus ભવનાથના મેળામાં 56 હજાર કરતાં વધુ શ્રધાળુઓ આવ્યા હતાં 100 વર્ષ પહેલા

જૂનાગઢ

જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રી મેળાનો 9મીથી પ્રારંભ થયો છે. દર વર્ષે મેળામાં લાખો લોકો ઉમટી પડે છે પરંતુ ૧૦૦ વર્ષે પૂર્વે યોજાયેલી શિવરાત્રી મેળામાં પાંચ દિવસ દરમ્યાન છપ્પન હજાર આઠસો તેવીસ યાત્રીકો આવ્યા હોવાની નવાબી શાસનના રેકર્ડમાં નોંધ થયેલી છે.

સાધુ-સંતોનાં આ મેળામાં દુકાનોના એગ્રીમેન્ટ બનાવી ઇજારો અપાતો હતો..અને તેનો રોજ રાજ્યને અહેવાલ આપવો પડતો હતો. વિલંબ થાય તો ૧૫ રુપિયા દંડ કરવામાં આવતો હતો.

ભવનાથમાં મહા શિવરાત્રી મેળો બે થી અઢી હજાર વર્ષથી ભરાતો હોવાના ઉલ્લેખ મળે છે. આજનાં જેવો મેળો ભરાવાની શરૃઆત ૧૫૦ થી ૧૬૦ વર્ષ થયાનો અંદાજ છે.

ઇ.સ. ૧૮૨૨ માં ગિરનાર આવેલા કર્નલ રોડ અને ઇ.સ. ૧૮૬૯માં જેમ્સ બર્જેસે મેળા બાબતે કશું કહ્યું નથી..વળી જંગલ ખાતાનો અમલદાર ગમે ત્યારે હિસાબ તપાસતા જેથી ખોટું કરવાની હિંમત કયારેય કોઈ ન કરતા.

મેળામાં વિવિધ રમતો, જાદુ અને મનોરંજનના ખેલ થતા હતા અને લોકો સરળતાથી મેળો માણતા હતા. ઇતિહાસવિદ ડો. પ્રધ્યુમ્ન ખાચરના પુસ્તકમાં ઉલ્લેખ મુજબ રીંગ પોલો, ગેલેરી, બોકસવોલ, કડી પાટલા જેવી દુકાનો રાખવા દેવાતી નહીં. જો કોઇ રાખે તો પરવાનગી લેવી પડતી. રાજ્ય તરફથી રેલવે સ્ટેશને ખાસ વ્યવસ્થા કરાતી અને ખાસ ટ્રેન દોડાવાતી હતી.