Not Set/ બે ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાતા પરિવારને જીવતો સળગાવી દીધો, માતા-પુત્રીના મોત

ભુજ, ભુજમાં મકાનના વિવાદ મુદ્દે કૌટુંબિક ભાઈઓ વચ્ચે જાનલેવા બનાવ બન્યો. મકાનના વિવાદ મુદ્દે કૌટુંબિક ભાઈઓ તેના ભાઈના પરિવારને જીવતા સળગાવતા ચકચાર મચી જવા પામી છે. કૌટુંબિક ભાઈએ પેટ્રોલ છાંટીને તેના ભાઈના પરિવારને જીવતા સળગાવ્યા હતા. બનાવમાં ગંભીર રીતે દાઝી જવાથી માતા – પુત્રીના કરુણ મોત નિપજ્યા હતા. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, હાજી યુસુબ […]

Top Stories Others
vadodara doctor 3 બે ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાતા પરિવારને જીવતો સળગાવી દીધો, માતા-પુત્રીના મોત

ભુજ,

ભુજમાં મકાનના વિવાદ મુદ્દે કૌટુંબિક ભાઈઓ વચ્ચે જાનલેવા બનાવ બન્યો. મકાનના વિવાદ મુદ્દે કૌટુંબિક ભાઈઓ તેના ભાઈના પરિવારને જીવતા સળગાવતા ચકચાર મચી જવા પામી છે.

કૌટુંબિક ભાઈએ પેટ્રોલ છાંટીને તેના ભાઈના પરિવારને જીવતા સળગાવ્યા હતા. બનાવમાં ગંભીર રીતે દાઝી જવાથી માતા – પુત્રીના કરુણ મોત નિપજ્યા હતા.

93113f32 97c1 4e9c aca1 18c8c211eff3 બે ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાતા પરિવારને જીવતો સળગાવી દીધો, માતા-પુત્રીના મોત

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, હાજી યુસુબ સા હાજી ઇસ્માઇલ નામના શખ્સે મકાનના વિવાદ મુદ્દે પોતાના કૌટુંબિક ભાઈના પરિવાર પર ગતરાત્રે પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવી નાખ્યા હતા. આ બનાવમાં માતા – પુત્રી નું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું છે.

જ્યારે ભાઈને ગંભીર રીતે ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસના જાણ થતા, ભુજએ ડિવિઝન પોલીસે આરોપીની સઘન શોધખોળ હાથ ધરી છે.