બનાસકાંઠા/ વાયરલ ફીવરના કેસોમાં તીવ્ર વધારો, સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ

બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણના પલટાબાદ વાયરલ ફીવર ના કેસોમાં વધારો થયો ધાનેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વાયરલ ફીવર ના ભરડામાં સપડાયા ધાનેરાની સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો.

Gujarat Others
વાયરલ ફીવરના
  • વાયરલ ફીવરના કેસોમાં વધારો નોંધાયો
  • વધતાં કેસોને લઈને આરોગ્ય વિભાગ સતર્ક
  • ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો
  • સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો
  • વાયરલ ફીવરના ભરડામાં સપડાયા લોકો

બનાસકાંઠા જિલ્લામાં વાયરલ ફીવરના કેસોમાં વધારો નોંધાયો છે. ધાનેરાની સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં દિવસ દરમિયાન 300 થી વધુ વાયરલ ફીવરના કેસો સામે આવી રહ્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ 1,000 થી વધારે દર્દીઓની ઓપીડી જોવા મળી રહી છે. સતત વધતા જતા વાયરલના કેસોને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.

Untitled 7 3 વાયરલ ફીવરના કેસોમાં તીવ્ર વધારો, સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ

બનાસકાંઠા જિલ્લામાં ઋતુગત બીમારી સામે વિષમજવરના કેસોમાં પણ વધારો થયો છે જિલ્લા 15 દિવસથી સતત હોસ્પિટલોમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે તાવ શરદી ઉધરસ ખાંસી સહિતની ઋતુગત જે બીમારીઓ છે તેમાં વધારો થયો છે ધાનેરાની સરકારી અને ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓના બેડથી ઉભરાઈ રહી છે સરકારી હોસ્પિટલોમાં દિવસ દરમિયાન 300 થી વધુ વાયરલ ફીવરના કેસો સામે આવી રહ્યા છે તો ખાનગી હોસ્પિટલોમાં પણ 1,000 થી વધારે દર્દીઓની ઓપીડી જોવા મળી રહી છે.

Untitled 7 4 વાયરલ ફીવરના કેસોમાં તીવ્ર વધારો, સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ

સતત વધતા જતા વાયરલના કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક જોવા મળી રહ્યું છે લોકોને વાયરલ ફીવર ના ભરડામાંથી મુક્ત કરવા માટે સારવાર અને વાયરલમાં રાખવાની કાળજીથી માહિતગાર કર્યા છે દિવસે ગરમીને રાત્રે ઠંડી હોવાના કારણે બે ઋતુનો હાલ અહેસાસ પણ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:આગામી સમયમાં પણ વરસાદની શક્યતા, બે દિવસ બાદ વરસાદી સિસ્ટમ થશે વધુ સક્રિય

આ પણ વાંચો:અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા શ્રદ્ધાળુઓમાં ગુસ્સો

આ પણ વાંચો:ખેડૂતોમાં ખુશીની લહેર, ગુજરાતમાં 10મી માર્ચથી ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

આ પણ વાંચો:3 માર્ચથી લઈને 5 માર્ચ સુધી અમદાવાદ શહેરના 11 વોર્ડમા પાણી કાપ