Not Set/ શિક્ષણ અને કાયદામંત્રી ભુપેન્દ્રસિંહે HCની માંગી માફી

શિક્ષણ અને કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહે ચુડાસમા સામે થયેલી ઈલેકશન પીટીશન  મામલે હકમાં હાજર થયા હતા. પીટીશન કાર્ય બાદ તેને કાઢી નાખવા તેને કાઢી નાખવા માટે ભુપેન્દ્રસિંહે કોર્ટ માં દાદ કરી હતી જેને HC એ ફગાવ્યા બાદ તેમને સુપ્રીમમાં અરજી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટના આદેશને પગલે  ભુપેન્દ્ર સિંહ કોર્ટમાં જુબાની આપવા માટે હાજર થયા […]

Ahmedabad Gujarat
aaaaaaaaaaaaaaaaaam 6 શિક્ષણ અને કાયદામંત્રી ભુપેન્દ્રસિંહે HCની માંગી માફી

શિક્ષણ અને કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહે ચુડાસમા સામે થયેલી ઈલેકશન પીટીશન  મામલે હકમાં હાજર થયા હતા. પીટીશન કાર્ય બાદ તેને કાઢી નાખવા તેને કાઢી નાખવા માટે ભુપેન્દ્રસિંહે કોર્ટ માં દાદ કરી હતી જેને HC એ ફગાવ્યા બાદ તેમને સુપ્રીમમાં અરજી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટના આદેશને પગલે  ભુપેન્દ્ર સિંહ કોર્ટમાં જુબાની આપવા માટે હાજર થયા હતા. પરંતુ આ  દરમિયાન શિક્ષણ અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી હતી.  શિક્ષણમંત્રીએ પોતાની અરજીમાં કરાયેલી રજૂઆતો શરતચૂકથી થઈ હોવાનું કહી માફી માગી  હતી. તેમણે કહ્યું કે, ભૂલ બદલ હું દિલગીર છું, તો સામે કોર્ટે કહ્યું કે આપ માફી માંગો એ કોર્ટ માટે જરૂરી નથી. ત્યાર બાદ તેમણે ફરી માફી મંગતા કોર્ટે કહ્યું તમારો અધિકાર છે. જે બાબતનો જવાબ ન આપવો હોય તો ના આપો પણ માફી ન માગો.

આ દરમિયાન કોર્ટે ચુડાસમાને ઉધડો લેતા કહ્યું કે,કોર્ટમાં વકીલના સવાલનો જ જવાબ આપો. વકીલ સવાલ કરે એ પહેલા ન બોલો, આ કોર્ટનો નિયમ છે હું શિખામણ નહિં પણ કડક શબ્દોમાં કહી રહ્યો છું.કોર્ટમાં વિવેક જાળવી જવબા આપો. જ્યારે જ્યારે ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, પોસ્ટલ બેલેટ રિજેક્ટ થયા તે ઇલેક્શન કમિશનની ગાઈડ લાઈન મુજબ થયા હતા. તેમાં બીજું કોઈ કારણ ન હતું.

આ સિવાય કોર્ટ રૂમમાં અરજદારે જમા કરાવેલી સીડીના ફૂટેજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બતાવ્યા હતા અને તેમની પુછપરછ થઈ હતી. વકીલે ચુડાસમાને પૂછ્યું કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં EVMમાં તમારા કેટલા મત હતા. જેના જવાબમાં ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, ઈવીએમમાં 71,530 મત હતા. જેમાંથી અશ્વિન રાઠોડને 71, 203 મત મળ્યા હતા. મારી જીત ખૂબ નાના માર્જિનથી થઈ હતી. લોકો એક મતથી પણ જીતે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.