Gujarat/ ગુજરાત ભાજપને નવા સંગઠન મહામંત્રી મળી શકે છે, ભીખુભાઇ દલસાણિયાને બંગાળ મોકલવાની રાજકીય ચર્ચા

ભાજપને નવા સંગઠન મહામંત્રી મળી શકે છે, ભીખુભાઇ દલસાણિયાને બંગાળ મોકલવાની રાજકીય ચર્ચા

Top Stories Gujarat Others
kite festival 4 ગુજરાત ભાજપને નવા સંગઠન મહામંત્રી મળી શકે છે, ભીખુભાઇ દલસાણિયાને બંગાળ મોકલવાની રાજકીય ચર્ચા

@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

  • વર્તમાન સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા બદલાઇ શકે
  • પાટીલના પ્રદેશ સંગઠન માળખામાં નવા ચહેરાની સંભાવના
  • આગામી સમયમાં ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખી ભાજપની રણનીતિ
  • સ્થાનિક ચૂંટણી બાદ ગુજરાત ભાજપમાં આવી શકે પરિવર્તન
  • ભીખુભાઇ દલસાણિયાને અન્યત્ર મોકલાય તો ગુજરાતમાં કોણ?
  • ગુજરાત ભાજપના રાજકારણમાં પણ થઇ રહી છે ચર્ચા
  • સંઘ સાથે સંકળાયેલાંની પસંદગી થાય છે સંગઠન મહામત્રી તરીકે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વની નવી પ્રદેશ ટીમની રચના થઇ શકે છે. સ્થાનિક સ્વરાજ્યસંસ્થાની ચૂંટણી વિલબિત થતાં પ્રદેશ સંગઠન માળખાની રચના પણ વિલંબમાં પડી છે. ત્યારે પાટીલ ગુજરાત સંગઠન ટીમમાં વર્તમાન પ્રદેશ ભાજપ સંગઠનમહામંત્રી ભીખુભાઇ દલસાણિયાને આગામી સમયમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી રણનીતિના ભાગરૂપે બંગાળમાં મોકલવાની રાજકીય ચર્ચાએ ભાજપમાં જોર પકડ્યું છે.

PM મોદીના ખાસ વિશ્વાસુ ગણાતા ભીખુ દલસાણીયાના જન્મદિવસ નિમિત્તે કાર્યકરોએ  શુભેચ્છા માટે ધસારો કર્યો | Workers wished for good on the birthday of  Bhikhu Dalsanya who was ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી બાદ તુરત જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વના પ્રદેશ સંગઠન માળખાની રચના કરવાના ચક્રો ગતિમાન થયા છે. અતરંગ સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વર્તમાન પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે લાંબા સમયથી ભીખુભાઇ દલસાણિયા સેવા આપી રહ્યાં છે.  મહદઅંશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે નાતો ધરાવતાં પદાધિકારીને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવે છે.

ભીખુભાઇ દલસાણિયાનું યોગદાન આરએસએસમાં મહત્વનું રહ્યું છે. અગાઉ પણ સંજય જોષી કે જેઓ પણ આરએસએસ સાથે ઘરોબો ધરાવે છે, તેઓ સંગઠન મહામંત્રી તરીકે હતા. આ અગાઉ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ભૂમિકા અદા કરી હતી. આગામી સમયમાં બગાળ વિધાનસભાની ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખીને વર્તમાન સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાને બંગાળની જવાબદારી સોંપવામાં આવે એવી ચર્ચા ભાજપના રાજકીયવર્તુળમાં થઇ રહી છે.

Besna of Bhikhubhai Dalsaniya's mother to be held in district Jamnagar |  DeshGujarat

જો ભીખુભાઇ દલસાણિયાને બંગાળ નિયુક્તિ આપવામાં આવે તો પાટીલની નવી ટીમમાં સંગઠન મહામંત્રી કોણ ?  એ પ્રશ્ન પણ ચર્ચાઇ રહ્યો છે. ગુજરાતમાં નવા સંગઠનમહામંત્રીની મહત્વની જવાબદારી કોણ સંભાળશે. એ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વની નવી ટીમ જાહેર થશે ત્યારે જ આ પ્રશ્નનો જવાબ મળી શકશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…