Loksabha Electiion 2024/ ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે

ગુજરાત ભાજપના સાંસદોને હાઈકમાન્ડનો આદેશ આવતા આજ સુધીમાં દિલ્હી પંહોચશે. તમામ સાંસદો 9 જૂન સુધી દિલ્હીમાં રોકાણ કરશે.

Top Stories Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 06T083732.504 ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે

ગુજરાત ભાજપના સાંસદોને હાઈકમાન્ડનો આદેશ આવતા આજ સુધીમાં દિલ્હી પંહોચશે. 4જૂને લોકસભાના પરિણામ જાહેર કરાયા છે. આ પરિણામોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચૂંટણી પરિણામોમાં ભાજપને અપેક્ષા કરતા ઓછી બેઠકો મળી છે. છતાં પણ ભાજપ NDAના ગઠબંધન હેઠળ સરકાર બનાવવા જઈ રહી છે. દિલ્હીમાં નરેન્દ્રમોદીના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ સંદર્ભે ગુજરાત ભાજપના તમામ સાંસદોને હાઈકમાન્ડે આજ સુધી દિલ્હી પંહોચવા આદેશ કર્યો છે. હાઈકમાન્ડ આદેશ પર ગુજરાત ભાજપના તમામ સાંસદો 9 જૂન સુધી દિલ્હીમાં રોકાણ કરશે. દરમ્યાન ભાજપના સાંસદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે છે.

રાજ્યમાં લોકસભા ચૂંટણી અને પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. લોકસભામાં બે વખત તમામ 26 બેઠકો જીતનાર ભાજપ માટે આ વખતે રાજ્યમાં કલીનસ્વીપ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. બનાસકાંઠાના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 30 હજારમતોથી જીત મેળવતા ભાજપની કલીનસ્વીપના સ્વપ્ન પર પાણી ફેરવ્યું. દિલ્હીમાં નરેન્દ્રમોદીના નેતૃત્વ હેઠળ સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ છે. દિલ્હીમાં સાંસદના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા કેટલાક સાંસદને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જો કે રાજ્યમાં ક્ષત્રિયોનો વિરોધ અને બનાસકાંઠાની બેઠક ગુમાવતા તેમજ અપેક્ષા કરતાં રાજ્યમાં ઓછું મતદાન અને ઘટતા વોટશેરને લઈને પણ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં મિશ્ર પરિણામો બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતમાં કયા સાસંદોની કેન્દ્રીયમંત્રી તરીકે પસંદગી થશે અને કોણ બહાર થશે?

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં NDAને 293 અને INDIA ગઠબંધને 235 બેઠકો મળી હતી. જેનાબાદ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું હતું કે કોંગ્રેસ INDIAના સહયોગ હેઠળ સરકાર બનાવવા પ્રયાસ કરશે. પરંતુ ગઈકાલે 5 જૂનના રોજ મહાગઠબંધનની બેઠક યોજાઈ તેમાં હાલ સરકાર ના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સાથે INDIA ગઠબંધને બાકી રહેલ તમામ અપક્ષને કોઈપણ શરત વગર તેમની સાથે જોડાવા આમંત્રણ આપ્યું છે. વિપક્ષ કોંગ્રેસનું આ મહત્વનું પગલું કહી શકાય. કારણ કે હવે કોંગ્રેસ વિપક્ષ તરીકે ભાજપ પર વધુ દબાણ કરવા પ્રયાસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 8 જૂને થઇ શકે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, મોદી ત્રીજી વખત બનશે PM

આ પણ વાંચો:નાયડુએ કહ્યું- નિશ્ચિંત રહો, નીતિશે કહ્યું, સરકાર ચોક્કસ બનશે

આ પણ વાંચો: આજે NDA અને INDIAની બેઠક, એક જ ફ્લાઈટમાં નીતીશ-તેજશ્વી, જુઓ ફોટો