Cheating/ પુનામાં એક નહીં નવ-નવ લુટેરી દુલ્હન ઝડપાઈ,50 પરિવારો સાથે લગ્નના નામે આચરી છેતરપિંડી

આપણે બંટી અને બબલી ફિલ્મ જોઈ અને જ્યારે પણ કોઈ મહિલા દ્વારા લૂંટ થાય ત્યારે તેને  બબલીનું નામ આપતા હતા. આ ફિલ્મમાં બબલી જેવી વાસ્તવિક જીવનમાં લૂંટ આચરતી એક નહિ બિલકુલ ફિલ્મી કહાની જેવી

Top Stories
babli પુનામાં એક નહીં નવ-નવ લુટેરી દુલ્હન ઝડપાઈ,50 પરિવારો સાથે લગ્નના નામે આચરી છેતરપિંડી

આપણે બંટી અને બબલી ફિલ્મ જોઈ અને જ્યારે પણ કોઈ મહિલા દ્વારા લૂંટ થાય ત્યારે તેને  બબલીનું નામ આપતા હતા. આ ફિલ્મમાં બબલી જેવી વાસ્તવિક જીવનમાં લૂંટ આચરતી એક નહિ બિલકુલ ફિલ્મી કહાની જેવી એક નહીં પરંતુ નવ-નવ લુટેરી દુલ્હન પૂના પોલીસે ઝડપી પાડી છે. પુના ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જેમાં સામેલ મહિલાઓ નકલી લગ્ન કરીને લોકોને લૂંટતી હતી. આ ગેંગની નવ મહિલાઓ અને બે પુરુષોને પોલીસે અરેસ્ટ કરી લીધા છે. અન્ય બીજા સાથીદારોની શોધ ચાલી રહી છે. જેમને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં 50થી વધુ પરિવારોમાં લગ્ન કર્યા અને તેમના ઘરેણા, પૈસા અને કિંમતી સામાન લૂંટીને ફરાર થઈ ગઈ.ક્રાઈમ બ્રાંચની ટીમે જે મહિલાઓને પકડી છે તેની ઉંમર 22થી 35 વર્ષ વચ્ચે છે. પોલીસનું માનવું છે કે ગેંગની 12થી વધુ મહિલાઓ હાલ ફરાર છે. આ ગેંગે લગ્નના નામે નાસિક, પૂણે, સોલાપુર, ગુલબર્ગા, વાપી અને કોલ્હાપુરમાં લોકોને લૂંટ્યા છે.

Election / ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરશે AAP : આ 9 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર

ગ્રામીણ પોલીસની સ્થાનિક ગુના શાખા એક વ્યક્તિ પાસેથી દોઢ લાખ રૂપિયા લૂંટી જવાના મામલાની તપાસ કરી રહી હતી. પીડિતે જણાવ્યું કે, જ્યોતિ પાટિલ(35)લગભગ એક મહિના પહેલા તેમને મળી હતી. પોતાને એકલી અને ગરીબ કહીને લગ્નની રજુઆત કરી. તેમણે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લગ્ન કરી લીધા. ગત સપ્તાહે પીડિત પરિવારે લૂંટની ફરિયાદ નોંધાવી હતી.ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી તો જ્યોતિના એક મિત્રની ખબર પડી. તેમણે જણાવ્યું કે, જ્યોતિ પહેલાથી જ લગ્નગ્રંથીએ જોડાયેલી છે અને તેને બે બાળકો પણ છે. પોલીસનું કહેવું છે કે જ્યોતિ જ ગેંગની લીડર છે.

Court / કોર્ટમાં ખોટું એફિડેવિટ કરવા મામલે સલમાન ખાનને મળી મોટી રાહત

પોલીસે અત્યાર સુધી જ્યોતિ પાટિલ સહિત નવ મહિલાઓ અને બે પુરુષોને અરેસ્ટ કર્યા છે. જ્યોતિએ સ્વીકાર્યું છે કે અત્યાર સુધી પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા છે. જો કે, આમાંથી માત્ર એકે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલા અંગે પૂણે ગ્રામીણ પોલીસે એસપી અભિનવ દેશમુખે કહ્યું, અમે લોકોને અપીલ કરવા માગીએ છીએ કે જે લોકો સાથે પણ આ પ્રકારની લૂંટ થઈ છે તે સામે આવે અને અમને જણાવે, જેથી આવા વધુ કેસના પર્દાફાશ થઈ શકે.

America / બિડેને રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વાર શી જિનપિંગ સાથે કરી વાત, કહ્યું…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…