daru/ ગાંધીનગરમાં જ દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ મળ્યો

સામાન્ય વહીવટ વિભાગના અધિકારીની ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે. સરકારી ગાડીમાંથી 80 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી ગઈ છે

Top Stories Gujarat Others
ramnani 10 ગાંધીનગરમાં જ દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ મળ્યો

ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાની વેચવાની અને સુંઘવાની પણ માની છે. ત્યારે આજ ગાંધીના ગુજરાતમાં ગેરકાયદે દારૂ પીવાની, વેચવાની અને રાખવાની છૂટ હોય એમ રોજે રોજ રાજ્યમાં  હજારો લીટર દારૂ મળી આવે છે. ગુજરાત રાજ્યની રાજધાની એવા ગાંધી નગરમાંથી સરકારી ગાડીમાંથી દારૂ મળી આવતા ચકચાર મચી ગઈ છે . અને ફરી અને કહેવાતી દારૂબંધી ઉપર સવાલ ઉઠ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય વહીવટ વિભાગના અધિકારીની ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે. સરકારી ગાડીમાંથી 80 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી ગઈ છે. GJ 18 G 9120 નંબરની ગાડીમાંથી ૮૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો  છે. આ કેસમાં કોન્ટ્રા. પર કામ કરતા ડ્રાઇવર ધર્મેન્દ્ર ઉદાવતની  ધરપકડ કરી છે. ચિલોડા પોલીસે દારૂની હેરફેરનો ગુનો દાખલ કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…