Not Set/ કંડલા બારુદની ટોચ પર, ટાંકાઓમાં ભરેલું જ્વલનશીલ કેમિકલ હજુ લઈ શકે છે અનેકના જીવ

કચ્છના કંડલામાં ઈન્ડિયન મોલાસીસ કંપનીના મિથેનોલ ભરેલાં સ્ટોરેજ ટેન્કમાં ભીષણ આગમાં ચાર મજૂરો મોતને ભેટ્યા બાદ આજે એફએસએલની ટિમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવનાર છે. કંડલામાં પ્રચંડ ધડાકા સાથે ભભુકી ઉઠેલી આગથી જીવતાં જાગતાં માણસો પળભરમાં મૃતદેહમાં ફેરવાઈને ઘટનાસ્થળેથી ઉછળી અડધો કિલોમીટરની ત્રિજ્યામાં ફંગોળાઈ ગયાં હતા મિથેનોલ ભરેલાં જે સ્ટોરેજ ટેન્કમાં આગ લાગી તેમાં સમારકામ […]

Gujarat Others
વીજ નિગમ 3 કંડલા બારુદની ટોચ પર, ટાંકાઓમાં ભરેલું જ્વલનશીલ કેમિકલ હજુ લઈ શકે છે અનેકના જીવ

કચ્છના કંડલામાં ઈન્ડિયન મોલાસીસ કંપનીના મિથેનોલ ભરેલાં સ્ટોરેજ ટેન્કમાં ભીષણ આગમાં ચાર મજૂરો મોતને ભેટ્યા બાદ આજે એફએસએલની ટિમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવનાર છે. કંડલામાં પ્રચંડ ધડાકા સાથે ભભુકી ઉઠેલી આગથી જીવતાં જાગતાં માણસો પળભરમાં મૃતદેહમાં ફેરવાઈને ઘટનાસ્થળેથી ઉછળી અડધો કિલોમીટરની ત્રિજ્યામાં ફંગોળાઈ ગયાં હતા

મિથેનોલ ભરેલાં જે સ્ટોરેજ ટેન્કમાં આગ લાગી તેમાં સમારકામ માટે અમુક કામદારો ટાંકીની ટોચ પર ચઢ્યા હતા. સમારકામની કામગીરી દરમિયાન કોઈ તણખો ઉત્પન્ન થતાં કે ઘર્ષણના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે જો કે આજે એફએસએલની ટિમ દ્વારા સ્થળ ચકાસણી કરી નજરે જોનારાના નિવેદન નોંધવામાં આવશે અને નમૂના લેવામાં આવશે સાથે હતભાગીના પરિવારજનોને વળતર પણ ચૂકવાસે ગઈકાલે બપોરે લાગેલી આગ આજે સવારે કાબુમાં આવી હતી.

 10 થી બ15 ફાયર ફાઈટર અને ડ્રોનની મદદથી આગ નિયંત્રણમાં લાવી શકાઇ હતી કંડલામાં અલગ અલગ કંપનીઓ પોતાના ટાંકાઓમાં હજારો ટન અતિ જ્વલનશીલ અને ટોક્સિક કેમિકલ્સનો સંગ્રહ કરે છે સ્ટોરેજ ટેન્ક્સના મેઈન્ટેનન્સ અને સેફ્ટી મેઝર્સનું પાલન કરવા માટે કડક નિયમો છે. જો કે આવી નાની-મોટી દુર્ઘટનાઓમાં કંપનીઓની બેદરકારી છતી થાય છે. ન કરે નારાયણ ને જો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તો આ સ્ટોરેજ ટેન્ક ફાર્મ માત્ર કંડલા જ નહીં સમગ્ર ગાંધીધામને તબાહ કરી દેવા સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે, 2004-05માં કંડલામાં કેસર કંપનીના ટેન્કમાં પણ આવી ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી જેણે સમગ્ર ગાંધીધામ સંકુલના લોકોના જીવ પડીકે બાંધી દીધા હતા આ વિસ્તારમાં ફાયર સુવિધા વધારવામાં આવે તે જરૂરી છે ફાયર સાધનોના અભાવના પરિણામે આગ વિકરાળ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે સમગ્ર ઘટના અંગે પોર્ટ પ્રશાસનની જવાબદારી બનવા પામે છે ત્યારે આગામી સમયમાં કયા પગલાં લેવાશે તે જોવાનું રહ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.