Not Set/ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99% જાહેર,રાજકોટ જીલ્લો પ્રથમ નંબરે

ગાંધીનગર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99 ટકા જાહેર થયું હતું.રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા આવ્યું હતું, જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે. મંતવ્યની ટીમે શિક્ષણમંત્રી […]

Top Stories
bhupendrasinh chudasama ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99% જાહેર,રાજકોટ જીલ્લો પ્રથમ નંબરે

ગાંધીનગર,

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99 ટકા જાહેર થયું હતું.રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા આવ્યું હતું, જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે.

મંતવ્યની ટીમે શિક્ષણમંત્રી સાથે વાતચીત કરતા શિક્ષણમંત્રીએ મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કાર્યને બિરદાવ્યું હતું.

જો કે પરિણામ ઓછું આવતા હજારો વિદ્યાર્થીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે.

આ પરિણામોમાં રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે, જ્યારે છોટાઉદેપુર જીલ્લાનું પરિણામ સૌથી ઓછુ 35.64 ટકા આવ્યું છે.ધ્રોલ કેન્દ્ર 95.65 ટકા પરિણામ સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે,તો જ્યારે બોડેલી કેન્દ્ર 27.61 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે છે.

રાજ્યના ધોરણ-12 સાયન્સના 1.34 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.ધોરણ 12 સાયન્સના કોપી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. ધોરણ-12 સાયન્સમાં 120 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા.

ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પચી આજે જ શાળામાંથી વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરાશે.

રીઝલ્ટની હાઇલાઇટ્સ

-રાજ્યમાં 140 કેન્દ્ર હતા..જેમાં 1.34 લાખ પરિક્ષાર્થી નોંધાયા હતા.

-વિદ્યાર્થીઓનું પરિણામ 71.84 અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 74.91 ટકા આવ્યુ છે.

-ગુજરાતી માધ્યમનું પરિણામ તો તેમાં 72.45 ટકા આવ્યુ છે.અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા આવ્યુ છે.

-A ગ્રુપ નું પરિણામ 77.29 ટકા તથા B ગ્રુપનું પરિણામ 69.77 ટકા આવ્યુ છે.

– 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 42 છે,ત્યારે 188 દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.