પરિણામ/ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 25 મેએ પરિણામ વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પણ રિઝલ્ટ મેળવી શકાશે

માર્ચ-2023માં યોજાયેલ ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ  GSEB ની વેબસાઇટ www.gseb.org પર 25 મેના રોજ સવારના 8 વાગ્યે જાહેર કરાશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ વ્હોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, ધો.12 સાયન્સના રિઝલ્ટ પછી ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતું હોય છે. પરંતુ પ્રથમવાર ધો.12 સામાન્ય […]

Gujarat
images ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 25 મેએ પરિણામ વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પણ રિઝલ્ટ મેળવી શકાશે

માર્ચ-2023માં યોજાયેલ ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ  GSEB ની વેબસાઇટ www.gseb.org પર 25 મેના રોજ સવારના 8 વાગ્યે જાહેર કરાશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ વ્હોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, ધો.12 સાયન્સના રિઝલ્ટ પછી ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતું હોય છે. પરંતુ પ્રથમવાર ધો.12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પહેલાં ધો.10નું પરિણામ આવશે. જ્યારે ધોરણ 12નું પરિણામ પણ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે.  વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.

board exam 06 01jpg ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 25 મેએ પરિણામ વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પણ રિઝલ્ટ મેળવી શકાશે

પૂરક પરીક્ષા-2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

SMSથી પણ જાણી શકાશે પરિણામ
આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ  SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 2 મે 2023ના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે હતો, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો હતો. કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 22 ટકા આવ્યું હતું. તો રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું હતું.