Not Set/ BUDGET High Lights : નાણામંત્રી નીતિન પટેલે રજુ કર્યું બજેટ,આંગણવાડી બહેનોના ભથ્થામાં વધારો કરાયો

  ગાંધીનગર ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં આજે બજેટ રજૂ કર્યું હતું.લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વચગાળાનું બજેટ(લેખાનુદાન) નીતિન પટેલે ગૃહમાં રજુ કર્યું હતું. બજેટ રજુ કરતાં પહેલાં નીતિન પટેલે અમદાવાદ મેટ્રો ટ્રેન અંગે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે  ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેન સેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને […]

Top Stories Gujarat
Gujarat budget Nitin Patel BUDGET High Lights : નાણામંત્રી નીતિન પટેલે રજુ કર્યું બજેટ,આંગણવાડી બહેનોના ભથ્થામાં વધારો કરાયો

 

ગાંધીનગર

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં આજે બજેટ રજૂ કર્યું હતું.લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વચગાળાનું બજેટ(લેખાનુદાન) નીતિન પટેલે ગૃહમાં રજુ કર્યું હતું.

બજેટ રજુ કરતાં પહેલાં નીતિન પટેલે અમદાવાદ મેટ્રો ટ્રેન અંગે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે  ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેન સેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને 4 માર્ચે ઉદઘાટન કરશે.

નીતિન પટેલે બજેટમાં અગત્યની જાહેરાત કરતાં જણાવ્યું કે મા અને મા વાત્સલ્યની આવક મર્યાદા વધારવામાં આવી હતી. પહેલા મળતી સહાયને વધારીને 3ને બદલે 5 લાખનું સુરક્ષા કવચ રાજ્યના નાગરિકોને અપાશે. સાથે જ તેનો લાભ લેવાની આવક મર્યાદા 3થી વધારીને 4 લાખ કરાઈ છે.

નાણામંત્રી નીતિન પટેલે રજુ કરેલાં બજેટની હાઇલાઇટ્સ અહીં આપવામાં આવી છે.

-MBBSની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં 1275 બેઠકોથી વધારીને 4150 કરાઈ છે. તેમજ તબીબી અનુસ્નાતકોની બેઠકો વધારીને 1935 કરાઈ

-રાજ્યની મહાનગરપાલિકામાં 54 અને નગરપાલિકામાં 21 મળી 75 ફ્લાય ઓવર બનશે.

-રાજ્યમાં કુલ 75 ફ્લાયઓવર બનશે,જેમાં 20 અમદાવાદમાં,10 સુરતમાં,8-8 રાજકોટ અને વડોદરામાં જ્યારે 3-3 જામનગર અને ભાવનગરમાં બનશે.

-આશા ફેસિલેટર બહેનોના મહેનતાણામાં 2000 રૂપિયાનો વધારો કરાયો.આંગણવાડીઓ બહેનોનું ભથ્થા વધારી 6300 થી 7200 કરાયું.તેડાગર કર્મચારીઓના મહેનતાણુું 3200 થી વધારીને 3650 કરાયું.

– ખેડૂતોને સિંચાઇ માટે વધુ પાણી મળે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ખેડૂતોને વધુ વિજળી આપવાથી સરકાર પર રૂ.436 કરોડનું ભારણ આવશે.

– ખેડૂતો માટે રૂ.500 કરોડ રિવોલ્વિંગ ફંડ ઉભુ કરાશે.

-સ્કીમડ મિલ્ક પાવડરની નિકાસના 300 કરોડની સહાય કરાશે.

-ધોલેરા અમદાવાદને જોડવા 6 લેન બનાવવામાં આવશે. ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે.

-મા અને મા વાત્સલ્યની આવક મર્યાદા વધારવામાં આવી  પહેલા મળતી સહાયને વધારીને 3ને બદલે 5 લાખનું સુરક્ષા કવચ રાજ્યના નાગરિકોને અપાશે. સાથે જ તેનો લાભ લેવાની આવક મર્યાદા 3થી વધારીને 4 લાખ કરાઈ છે.

– નિકાસમાં ગુજરાત દેશભરમાં પ્રથમ, કુલ ઔદ્યોગિક ઉત્પાદનમા 16.8 ટકા હિસ્સો
96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય ચુકવાઇ છે.

-પાકિસ્તાન જેલમાં બંધ ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150ના બદલે રૂ. 300 અપાશે.

-જાહેર સ્થળો પર નાગરિકોની સલામતી માટે 1175 લોકેશન પર 7463 સીસી ટીવી કેમેરા લગાવાશે.

-એશિયાઈ સિંહોનાં સંરક્ષણ માટે 97.85 કરોડનાં ખર્ચે મોબાઇલ રેસ્ક્યુ, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી નેટવર્ક વિકસાવાશે.

-પાકિસ્તાન જેલમાં બંધ ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150ના બદલે રૂ. 300 અપાશે.

-માછીમારોને ડીઝલ સબસિડી રૂ.12થી વધારીને રૂ.15 કરાઈ.

-બસ પરિવહન સુવિધા યોજના હેઠળ 300 ઇલેક્ટ્રીક બસ સહિત કુલ 700 બસ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે મંજૂરી આપવામાં આવી.

-વર્ષ 2022 સુધીમાં દરેકને ઘરનું ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક સ્ત્તામંડળોમાં 7 લાખ 64 હજાર પરિવારોને આવાસ પૂરુ પાડવામાં આવ્યું છે. જે પૈકી અત્યાર સુધીમાં 3 લાખ 87 હજાર આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.