દારૂબંધી/ સંઘ પ્રદેશ દમણમાં આ કારણોથી બે દિવસ ડ્રાય ડે તરીકે જાહેર કર્યા છે

ગુજરાત રાજ્યમાં 8 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી યોજાઇ રહી છે. આગામી ત્રીજી તારીખે મતદાન છે.. ત્યારે મતદાન ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાં પણ ગુજરાતની પેટા ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે

India
magfali 1 સંઘ પ્રદેશ દમણમાં આ કારણોથી બે દિવસ ડ્રાય ડે તરીકે જાહેર કર્યા છે

@ઉમેશ પટેલ, વલસાડ 

ગુજરાત રાજ્યમાં 8 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી યોજાઇ રહી છે. આગામી ત્રીજી તારીખે મતદાન છે.. ત્યારે મતદાન ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણમાં પણ ગુજરાતની પેટા ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ ગુજરાતની પેટા ચૂંટણીને ધ્યાને લઇ  દમણ-દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસન અને પ્રદેશના એકસાઇઝ વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી દમણમાં દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે .

magfali 2 સંઘ પ્રદેશ દમણમાં આ કારણોથી બે દિવસ ડ્રાય ડે તરીકે જાહેર કર્યા છે

હાપા / માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી વેચવા આવેલા વાહનોનો લાંબો ખડકલ…

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી નું મતદાન આગામી ત્રીજી તારીખે થઈ રહ્યું છે. ત્યારે તેના 48  કલાક અગાઉ જ સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં દારૂ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.  અને બે દિવસ ડ્રાય ડે જાહેર કર્યા છે. જે મુજબ આજે 1 લી નવેમ્બર ના સાંજે 6 વાગ્યાથી પ્રદેશ ના  તમામ બિયર બાર અને વાઇન શોપ ને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ મતગણતરી એટલે કે દસમી તારીખે પણ પ્રદેશમાં દારૂબંધી નો અમલ કરવામાં આવશે. સાથે જ પેટા ચૂંટણીનું મતદાન અને ચૂંટણી ની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી  જળવાઈ રહે તે માટે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ ની પોલીસ અને વલસાડ જિલ્લાની પોલીસ નું સંયુક્ત અભિયાનના ભાગરૂપે પ્રદેશના બોર્ડર પર આવેલા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવશે.

magfali 3 સંઘ પ્રદેશ દમણમાં આ કારણોથી બે દિવસ ડ્રાય ડે તરીકે જાહેર કર્યા છે

વિવાદ / હાર્દિક પટેલનું વિવાદીત નિવેદન, અહીં રામ મંદિરમાં ઝાલર વગાડન…

જેથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આમ રાજ્ય ની પેટા ચૂંટણીને લઇ પડોશી સંઘપ્રદેશ દમણ નું પ્રશાશન અને પોલીસ પણ એલર્ટ પર છે.   કપરાડા વિધાનસભા બેઠક મતવિસ્તાર રાજ્યના પડોશમાં આવેલા બે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીી સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર ની સરહદને અડીનેે આવેલો હોવાથી વલસાડ પોલીસે પડોસી પ્રદેશો અને મહારાષ્ટ્ર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંકલનની બેઠકો યોજી અને ચૂંટણી દરમિયાન તેમનો પણ સહયોગ લેવાઈ રહ્યો છે.

byelection / કપરાડાના 44 જેટલા સંવેદનશીલ બુથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત…