Not Set/ મોરબી ભાજપ ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા અને તેના પત્નીએ સજોડે મતદાન કર્યું અને કહ્યું…

ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ તેમના વતન ચમનપર ખાતે મતદાન કર્યું હતું.  બ્રિજેશભાઈ મેરજા અને તેના પત્ની સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા

Gujarat Others
kaprada 13 મોરબી ભાજપ ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા અને તેના પત્નીએ સજોડે મતદાન કર્યું અને કહ્યું...

મોરબી પેટા ચૂંટણી જંગ માટે આજે સવારથી મતદાન શરુ થઇ ચૂક્યું છે જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો ઉપરાંત સાંસદ સહીતનાઓએ મતદાન કર્યું હતુ.  કોરોના મહામારી વચ્ચે મતદાન થઇ રહ્યું છે ત્યારે દરેક મતદાન મથક પર આરોગ્યની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.  અને તકેદારીના તમામ પગલા લેવાઈ રહયા છે.

પેટા ચૂંટણી માટે આજે સવારે મતદાન શરુ થતા ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ તેમના વતન ચમનપર ખાતે મતદાન કર્યું હતું.  બ્રિજેશભાઈ મેરજા અને તેના પત્ની સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા.  તો સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રવાપર રોડ પરની નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું.  જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે બોયઝ હાઈસ્કૂલ ખાતે પરિવાર સાથે પહોંચીને મતદાન કર્યું હતું.

કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તકેદારીના તમામ શક્ય પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.  દરેક મતદાન મથક પર આરોગ્યનો સ્ટાફ તૈનાત છે. મતદારો માટે હેન્ડ સેનેટાઈઝ ઉપરાંત ગ્લોઝની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ સોશ્યલ ડીસટન્સનું પાલન થાય તેની તકેદારી પણ આરોગ્ય ટીમ રાખી રહી છે. અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરુ થયું હતું. જોકે સવારે મતદાન શરુ થતા ઈવીએમ ખરાબ થયાના સમાચારો પણ પ્રાપ્ત થયા હતા જે તાકીદે રિપ્લેસ કરવામાં આવ્યા હતા.

આજે મતદાન બાદ બંને પક્ષોએ જીતના દાવા કર્યા હતા. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે લોકોની મતદાન માટે લાઈનો લાગી છે આરોગ્ય વિભાગે સારી વ્યવસ્થા કરી છે લોકો ભાજપને મત આપીને વિજયી બનાવશે. ભાજપ ઉમેદવાર ૧૦ હજારથી વધુ લીડ સાથે જીતશે તો કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

Assembly By Election / જાણો સવારે 11.00 વાગ્યા સુધી ગુજરાતમાં થયેલા મતદાનની ટકાવારી…

by election / કરજણમાં ખૂલેઆમ મતદારો સાથે પૈસાની લેતીદેતીનો વિડીયો વાયરલ

 જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે મતદાન બાદ જણાવ્યું હતું કે ભાજપ પક્ષ પલટાની રાજનીતિ કરે છે જેથી લોકોમાં ભારે રોષ છે મોહનભાઈએ ભાજપ ઉમેદવાર જીતના દાવા અંગે પ્રતિક્રિયા આપી હતી કે મોહનભાઈ મોરબી-માળિયા મત વિસ્તાર પરિચય નથી ભાજપ ખરીદ વેચાણ નીતિ સામે લોકોનો વિરોધ છે એ માપ કાઢવામાં પાછા પડ્યા છે લોકો મુર્ખ છે તેવું માની રહ્યા છે જોકે મત ગણતરીના દિવસે મોહનભાઈનું નિવેદન હાસ્યાસ્પદ થશે.

by election: મુખ્યમંત્રી રૂપાણીએ પેટાચૂંટણી મુદ્દે ટવિટ કરી કહ્યું, કોંગ્…

તો મોરબીના ત્રાજપર વિસ્તારમાં અને પરસોતમ ચોક વિસ્તારમાં એમ કુલ પાંચ ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ હતી જેથી તંત્ર દ્વારા તાત્કાલિકના ધોરણે મશીન રીપ્લેશ કરી મતદાન શરુ કરવું હતું.

આવો જોઈએ બ્રિજેશ મેરજા સાથે ખાસ વાતચીત …