Not Set/ ગુજરાત મેઘ મહેર : આગામી 5 દિવસ હજુ ભારે વરસાદની આગાહી

અમદાવાદ સહિત રાજયમાં હજુ પણ આ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા આગામી 5 દિવસ હજુ ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ હજુ ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સિઝન નો કુલ […]

Top Stories Gujarat
varsad ગુજરાત મેઘ મહેર : આગામી 5 દિવસ હજુ ભારે વરસાદની આગાહી

અમદાવાદ સહિત રાજયમાં હજુ પણ આ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા આગામી 5 દિવસ હજુ ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ હજુ ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સિઝન નો કુલ વરસાદ આશરે 108  જેટલો નોધાયો છે. મઢી ગુજરાતની વાત કરીયે તો મદ્ય ગુજરાતમાં સિઝનનો 100 % વરસાદ પડી ચૂક્યો છે. ઉત્તર ગુજરાત માં પણ સિઝનના કુલ વરસાદમાં થી 88% વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર ખાતે સિઝન નો કુલ 105 % વરસાદ પડ્યો છે અને દક્ષિણ ગુજરાત ની વાત કરીયે તો ત્યાં 116% અને કચ્છ માં 137% એટ્લે કે સિઝન નો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

નર્મદા નદી પર બંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ પણ આ વર્ષે તેની ઐતિહાસિક સપતિઓને વટાવી રહયુ છે. ગુજરાત સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને કારણે સરદાર સરોવરે પણ આ વર્ષે રોજ તેની મહત્તમ સપાટી ઓ ને નોધાવી રહયું છે. ડેમ માં પાણી ની ભારે આવક ને કારણે ડેમ ના દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા છે. અને કાંઠા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.