Not Set/ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલને મળી રાજીનામું આપ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય માંગી તેમની સાથે મળવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે બેઠક થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Ahmedabad Top Stories Gujarat
રાજીનામું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય માંગી તેમની સાથે મળવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે બેઠક થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે મુખ્યમંત્રી રાજીનામું આપશે તેવી વાતો બજારમાં વહેતી થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હોવાના સમાચાર રાજકોટના સ્થાનિક અખબાર અકિલા દ્વારા મળી રહ્યા છે.રાજીનામાં સમયે તેમની સાથે નીતિન પટેલ સહિત આખું મંત્રીમંડળ હાજર હતું.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ફાયર NOC અને BU પરમિશન ના ધરાવતી 9 હોસ્પિટલના પાણી કનેકશન કાપી નખાયા

નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી  બિ.એલ. સંતોષ શુક્રવારે રાત્રે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે.  ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ્ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ-પ્રમુખ સી. આર. પાટીલની બેઠક ચાલી રહી છે, જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.

પત્રકાર પરિષદ વિજય રૂપાણીએ કહ્યું…

  • ભાજપ હાઇકમાન્ડનો આભાર માન્યો
  • ગુજરાતનાં વિકાસની યાત્રામાં મને અવસર મળ્યો
  • ભાજપની પરંપરા છે કાર્યકર્તાને અલગ જવાબદારી સોંપાય
  • નવી ઉર્જા સાથે મને ને જવાબદારી મળશે તે નિભાવીશ
  • હું ગુજરાતની જનતાનો પણ આભારી છું
  • ગુજરાતની જનતાનો પ્રેમ મળ્યો છે
  • સરકારનાં સભ્યો તમામ ધારાસભ્યનો સહકાર મળ્યો
  • વિપક્ષનાં સભ્યોનો સારો સહકાર મળ્યો છે
  • મેં પાંચ વર્ષ સુધી કામગીરી કરી છે

નોંધનીય છે કે આજે સરદાર ધામનાં કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની સાથે વી સતીશ સહિતનાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલને મળવા પહોંચ્યા છે ત્યારે તેમની સાથે પક્ષના મોટા નેતાઓ અને મંત્રીઓ પણ હાજર છે ત્યારે મોટી જાહેરાતના ઍંધાણની ચર્ચા વધી ગઈ છે. તેમની સાથે સંગઠનના મહામંત્રી વી.સતીષ સહિત ડે.સીએમ નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર છે.

આ પણ વાંચો :રાજકોટમાં બે મિત્રોએ સજોડે કર્યો આપઘાત, 2 પરિવારોના કુળદીપક બુઝાયા

આ પણ વાંચો :પાલનપુરમાં પિતાએ પત્નીનો ગુસ્સો કાઢ્યો દીકરી પર, 1 વર્ષની માસૂમને નાખી કૂવામાં

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મહિલાનું મોત