Not Set/ વીર મેઘમાયાના દર્શન કરી રાહુલ ગાંધીએ યાત્રાના ત્રીજા દિવસનો પ્રારંભ કર્યો

પાટણ, ગુજરાતના મતદારોને આકર્ષિત કરવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ગુજરાત પ્રવાસે છે અને નવસર્જન યાત્રા અંતર્ગત પ્રચાર કરી રહ્યા છે. આજે એટલે કે સોમવારે રાહુલ ગાંધી પાટણથી નીકળીને શંખેશ્વર જશે અને દર્શન કરશે. આ પહેલા ઉત્તર ગુજરાતમાં ત્રીજા દિવસની શરૂઆત પાટણ સ્થિત વીર મેઘમાયાના સ્થાનકે દર્શન કર્યા હતા . ત્યારબાદ પાટણના હાઈવે પર […]

Top Stories
Rahul Gandhi patan વીર મેઘમાયાના દર્શન કરી રાહુલ ગાંધીએ યાત્રાના ત્રીજા દિવસનો પ્રારંભ કર્યો

પાટણ,

ગુજરાતના મતદારોને આકર્ષિત કરવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ગુજરાત પ્રવાસે છે અને નવસર્જન યાત્રા અંતર્ગત પ્રચાર કરી રહ્યા છે.

આજે એટલે કે સોમવારે રાહુલ ગાંધી પાટણથી નીકળીને શંખેશ્વર જશે અને દર્શન કરશે. આ પહેલા ઉત્તર ગુજરાતમાં ત્રીજા દિવસની શરૂઆત પાટણ સ્થિત વીર મેઘમાયાના સ્થાનકે દર્શન કર્યા હતા . ત્યારબાદ પાટણના હાઈવે પર આવેલા એક પાર્ટી પ્લોટમાં દલિત આગેવાનો સાથે વાતચીત કરશે અને પછી ત્યાંથી શંખેશ્વર જવા રવાના થશે. વચ્ચે આવતા હારીજ અને સમી જેવા શહેરોમાં લોકોને સંબોધન કરશે. છેલ્લે મહેસાણામાં તેમની વિશાળ સભા થશે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં ચોથા તબક્કાના ત્રિદિવસીય પ્રવાસે છે. ત્યારે તેમના પ્રવાસના બીજો દિવસે પાટણમાં વિશાળ મેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર 22 વર્ષથી લોકોને ડરાવીને દબાવી રહી છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ઉત્તર ગુજરાતનો ચૂંટણીલક્ષી પ્રવાસ કર્યો હતો તે બીજા દિવસના પ્રવાસમાં તેઓ ડીસાની મુલાકાત લીધી હતી.ત્યાર બાદ જાહેરસભાને સંબોધીત કરી હતી.રાહુલ ગાંધીએ ખેડૂતો, વ્યાપારીઓ, મહિલાઓ અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો.