Not Set/ ગાંધીનગર: જળ સંપત્તિ વિકાસનો કરાર આધારિત હિસાબનીશ લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ: ગાંધીનગર જળ સંપત્તિ વિકાસ નિગમમાં નિવૃત્તિ બાદ કરાર આધારિત નોકરી માટે ઉપરી અધિકારીની ભલામણ માટે રૂપિયા 15 હજારની લાંચ લેતા નિવૃત કરાર આધારિત હિસાબનીશ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાય ગયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ કેસના ફરિયાદી તાજેતરમાં નિવૃત થયેલા હોવાથી તેમણે કરાર આધારિત નિમણુક મેળવવા માટે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમમાં […]

Top Stories Ahmedabad Gujarat Trending
Contractual accounts of water resources corporation caught taking bribe

અમદાવાદ: ગાંધીનગર જળ સંપત્તિ વિકાસ નિગમમાં નિવૃત્તિ બાદ કરાર આધારિત નોકરી માટે ઉપરી અધિકારીની ભલામણ માટે રૂપિયા 15 હજારની લાંચ લેતા નિવૃત કરાર આધારિત હિસાબનીશ એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાય ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ કેસના ફરિયાદી તાજેતરમાં નિવૃત થયેલા હોવાથી તેમણે કરાર આધારિત નિમણુક મેળવવા માટે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમમાં અરજી કરી હતી.

જે અંગે તેઓ જળ વિકાસ નિગમ પાટનગર ભવન ખાતેની હેડ ઓફિસમાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવતા પ્રવીણસિંહ નૃપતસિંહ ચૌહાણને મળ્યા હતા.

જેમાં ફરિયાદીએ વિભાગીય હિસાબનીશ પ્રવીણસિંહ નૃપતસિંહ ચૌહાણે તેણે કરેલી અરજી અંગેની કાર્યવાહી કરીને નિમણુક આપવા માટે ઉપલા અધિકારીને પોઝિટીવ રિપોર્ટ કરવા માટે રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી.

આ મામલે ફરિયાદીએ ગાંધીનગર એસીબીને જાણ કરી હતી. જે અંગે એસીબીના પીઆઈ ડી.વી. પ્રસાદે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી પ્રવીણસિંહ ચોહાણ ગાંધીનગરના એસ.ટી. બસ સ્ટેશન પાસે આવેલા પથિકાશ્રમ ખાતે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં  ફરિયાદી પાસેથી લાંચ પેટેની રૂપિયા 15 હજારની રકમ લેવા માટે આરોપી પ્રવીણસિંહ ચૌહાણ આવ્યો હતો.

આ દરમિયાનમાં આરોપીને રૂપિયા 15 હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે ડપી લીધો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચ પેટે સ્વીકારેલા રૂપિયા 15 હજારની રોકડ રકમ પણ કબજે કરી હતી.