Not Set/ સરકાર પોતાની બેદરકારી પ્રજા ઉપર નાખે છે દોષનો ટોપલો પ્રજા ઉપર ઢોળે છે : લલિત વસોયા

રકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ રહી છે. તો રેમડીસીવર ઇનજેક્સનના કાળા બજાર થઇ રહ્યા છે. કોરોનાની સારવાર માટે સરકારને પૂરતી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

Gujarat Others Trending
antigen corona testing kit 2 સરકાર પોતાની બેદરકારી પ્રજા ઉપર નાખે છે દોષનો ટોપલો પ્રજા ઉપર ઢોળે છે : લલિત વસોયા

રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. જેને પગલે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ જોવા મળ્યો છે. ત્યારે કોરોનાની સારવાર મુદ્દે ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

કોરોનાના મુદ્દે સરકારને ઘેરતા ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ રહી છે. તો રેમડીસીવર ઇનજેક્સનના કાળા બજાર થઇ રહ્યા છે. કોરોનાની સારવાર માટે સરકારને પૂરતી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, સરકાર જ બેદરકાર છે આરોગ્ય મંત્રી જ કોરોના પ્રત્યે બેદરકાર છે. સરકાર પોતાની બેદરકારી પ્રજા ઉપર નાખે છે દોષ નો ટોપલો પ્રજા ઉપર ઢોળે છે. સરકાર હોસ્પિટલ માં કોરોના માટે વધુ બેડની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો છે.

કોરોનાનો કેર / કોરોના ટેસ્ટીંગ માટે લોકોની કતારો, એન્ટીજન કિટ્સની અછતથી લોકોને પડી હાલાકી

લલિત વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર કોરોના માટે ના રેમડીસીવયર ઇજેક્શન ના કાળા બજાર બંધ કરાવે અને રેમડીસીવીયર ઇજેક્શન બજારમાં પૂરતા મળી રહે તે માટે વ્યવસ્થા કરે તો સાથે ગુજરાત ની હોસ્પિટલ માં ડોક્ટરો ની અછત છે જે માટે વ્યવસ્થા કરવા પણ ટકોર કરી હતી. રાજ્યમાં ફેલાયેલા કોરોના થી બચવા માટે સરકારને પૂરતી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.

Big Breaking / રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનો અજગરી ફુંફાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલા કોરોના રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રાજ્યમાં રસીકરણ ચાલુ હોવા છતાય દૈનિક નોધાતા આંકમાં સતત મોટો વધારો સામે આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગત રોજ સાંજે છેલ્લાં 24 કલાકમાં 2875 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,18,438 ઉપર પહ્ચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2024 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,98,737  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 15,135 છે.

અમદાવાદ શહેરમાં આજે 664 કેસ નોંધાયા છે. જયારે સુરતમાં શહેરમાં નવા 545 કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેરમાં નવા 309 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં નવા 233 કેસ, અને જામનગર શહેરમાં નવા 54 અને ભાવનગર શહેરમાં 58 નવા કેસ નોંધાયા છે.