Not Set/ 170ના મોત સાથે આજે નોધાયા 14352 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 14352 નવા કોરોના કેસ સામે આવ્યાં છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 524725 છે. 

Top Stories Gujarat Others
corona spread 7 170ના મોત સાથે આજે નોધાયા 14352 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસનો આંક વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 14352 નવા કોરોના કેસ સામે આવ્યાં છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 524725 છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં 170 મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 7803 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 390229 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 127840 છે.

રાજ્યમાં હાલ મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિ આવીને ઊભી છે અને 19 એપ્રિલ થી 26 એપ્રિલ સુધીમાં એટલે કે માત્ર 8 દિવસમાં એક લાખ કેસ નોંધાતા ગુજરાતમાં કોરોના નો આંકડો પાંચ લાખને પાર પહોંચી ગયો છે. અને જો અજ ગતિએ કોરોના વિકસતો રહેશે તો ગુજરાતમાં મેડીકલ કટોકટી સર્જી શકે છે. અને કોરોના મલ્ટીપ્લીકેશનનો સમય ઘટી શકે છે. જે ગુજરાત અને ગુજરાતીઓ બંને માટે દુઃખદાયક અને કરુણ સાબિત થઇ શકે છે.

corona spread 4 170ના મોત સાથે આજે નોધાયા 14352 નવા કેસ

corona spread 5 170ના મોત સાથે આજે નોધાયા 14352 નવા કેસ

corona spread 6 170ના મોત સાથે આજે નોધાયા 14352 નવા કેસ