Not Set/ નવા કેસની સરખામણીએ વધી રીકવરી, 1477 નવા કેસ તો 1547 દર્દીઓ થયાં સાજા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. પરંતુ આજે રાજ્યમાં એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સતત વધતા કોરોનાના કહેર વચ્ચે આજે  નવા કેસની સરખામણી એ રીકવરી વધી છે

Top Stories Gujarat Others
abhay bhardvaj 7 નવા કેસની સરખામણીએ વધી રીકવરી, 1477 નવા કેસ તો 1547 દર્દીઓ થયાં સાજા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. પરંતુ આજે રાજ્યમાં એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સતત વધતા કોરોનાના કહેર વચ્ચે આજે  નવા કેસની સરખામણી એ રીકવરી વધી છે. 1477 નવા કેસ નોધાયા છે તો સામે 1547 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 1477 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 211257 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15 લોકોનાં મૃત્યુ થયા છે.  જે સાથે કુલ મૃત્યુ આંક 4004  ઉપર પહોચ્યો છે. રાજ્યમાં હાલ 81 લોકો વેન્ટિલેટર પર છે.  તો રાજ્યમાં હાલમાં 14885 એક્ટિવ કેસ છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 2070 દર્દીઓના મોત નોધાયા છે. તો  સુરતમાં 901, રાજકોટમાં 174, વડોદરામાં 222 અને ગાંધીનગરમાં 102 દર્દીઓના મોત થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…