જામનગર/ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નિને આવ્યું કૉર્ટનું તેંડુ, 2018માં બની હતી આ ઘટના

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા, સાસુ પ્રફુલાબાને કોર્ટનું તેડુ આવ્યુ છે. 2018માં પોલીસકર્મીએ રિવાબા પર હુમલો કર્યો હતો.

Gujarat Others
ક્રિકેટર રવિન્દ્ર

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા, સાસુ પ્રફુલાબાને કોર્ટનું તેડુ આવ્યુ છે. 2018માં પોલીસકર્મીએ રિવાબા પર હુમલો કર્યો હતો. કોર્ટમાં હાજર નહીં રહેતા કોર્ટનું અંતિમ વોરંટ આવ્યુ છે. હાજર રાખવા રાજકોટ પો.કમિ.ને બજવણી માટે વોરંટ મોકલ્યું છે.

આ ઘટના વિશે વાત કરીએ તો 21/05/2018ના પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી કાર લઈને પસાર થતા રિવાબાની કાર સાથે પોલીસ કર્મચારી સંજય કરંગીયાનું મોટર સાઈકલ અથડાયા બાદ બોલાચાલીમાં રિવાબા પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. જે મામલે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

બનાવ વખતે રિવાબાના માતા પણસાથે હતા. તેથી રિવાબા સાથે તેમને પણ કોર્ટ દ્વારા સમન્સ કરાયું હતું. જે બાદ વારંવાર મુદ્દત પડી. બાદમાં કોર્ટ જામીન લાયક કોર્ટ કાઢ્યું હતું. જે વિવિધશેરાઓની નોંધ સાથે પરત આવેલું. ત્યારબાદ હાલમાં ફરી કોર્ટે રિવાબા અને તેમના માતા સામે વોરંટ કાઢ્યું છે. રિવાબાનું વોરંટ જામનગર એસપી મારફતે અને તેના માતાનું રાજકોટ પોલીસકમિશનર મારફતે બજાવણી કરવા હુકમ થયો છે. કેસની આગામી તારીખ 25 માર્ચ રાખવામાં આવી છે.

આ પણ વાંચો :જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પિતા-પુત્રએ ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :ફરી ધ્રુજી કચ્છની ધરા, રાપરમાં અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, 2 કરોડમાં ખરીદાયેલો આ દિગ્ગજ બેટ્સમેને IPLમાંથી પાછું ખેંચ્યું નામ  

આ પણ વાંચો :ભોળાનાથની ભૂમિમાં ભોળા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ : મોરારી બાપુ