Not Set/ દાહોદ: આચારસંહિતા બાદ કલેક્ટર વિજય ખરાડીએ યોજી પ્રેસ કોન્ફરન્સ

દાહોદ, લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા અમલમાં આવી છે. આચારસિંહિત બાદ તંત્ર હરકતમાં આવ્યું. દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જિલ્લા સેવા સદનના સભા ખંડમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ. જેમાં દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસર, ડેપ્યુટી કલેકટર એમ.જે દવે નાયબ માહિતી નિયામક નલિન બામણિયા અને નાયબ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. લોકસભાની […]

Top Stories Gujarat Others
mantavya 260 દાહોદ: આચારસંહિતા બાદ કલેક્ટર વિજય ખરાડીએ યોજી પ્રેસ કોન્ફરન્સ

દાહોદ,

લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા અમલમાં આવી છે. આચારસિંહિત બાદ તંત્ર હરકતમાં આવ્યું. દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જિલ્લા સેવા સદનના સભા ખંડમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ.

જેમાં દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસર, ડેપ્યુટી કલેકટર એમ.જે દવે નાયબ માહિતી નિયામક નલિન બામણિયા અને નાયબ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપી. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ કે ઉમેદવારોના હિસાબો ત્રણ વાર ચકાસવામાં આવશે અને પછી ઈલેક્શન કમિશનરની વેબસાઇટ પર મુકાશે.

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. નિયમોના ભંગ કરનાર અને વાતાવરણને ડોળવાની કોશિશ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં 23 એપ્રિલે ચૂંટણી યોજાનાર છે ત્યારે દાહોદ જિલ્લામાં કુલ સાત વિધાનસભા ક્ષેત્રો છે

1) 123 સંતરામપુર ST

2) 129 ફતેપુરા      ST

3) 130 ઝાલોદ.     ST

4) 131 લીમખેડા   ST

5) 132 દાહોદ       ST

6) 133 ગરબાડા.   ST

7) 134 દેવગઢબારીયા