Not Set/ દાહોદમાં સાયન્સ અને ટેકનોલોજીનું પેપર થયું લીક

દાહોદ, સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે દાહોદની એક શાળામાં પેપર લીક થતા ચકચાર મચી જવા પામી છે. સાયન્સ અને ટેકનોલોજીનું પેપર લીક થતો વિડિયો વાઇરલ થયો હતો. દાહોદની SSC બોર્ડનું સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પેપર વાયરલ થતા હંગામો મચી જવા પામ્યો હતો. શિક્ષણ અધિકારી અને તંત્ર દ્વારા આ મામલે […]

Top Stories
dahod 1 દાહોદમાં સાયન્સ અને ટેકનોલોજીનું પેપર થયું લીક

દાહોદ,

સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે દાહોદની એક શાળામાં પેપર લીક થતા ચકચાર મચી જવા પામી છે. સાયન્સ અને ટેકનોલોજીનું પેપર લીક થતો વિડિયો વાઇરલ થયો હતો.

દાહોદની SSC બોર્ડનું સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પેપર વાયરલ થતા હંગામો મચી જવા પામ્યો હતો. શિક્ષણ અધિકારી અને તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પહેલામાં દાહોદ જીલ્લાના  એક પરીક્ષા કેન્દ્રમાં પેપર લીક થયાની  માહિતી મળતા તંત્ર દોડતું થયું હતું. તમામ કેન્દ્રોમાંથી મળતા આંકડા પ્રમાણે ડમી સાથે કુલ ૧૪  કેસો નોંધાયા હતા.

તો બીજી તરફ પરીક્ષાના પહેલા જ દિવસે જ ઘણા કોપીકેસ નોંધાયા હતા. ધોરણ-૧૦માંથી  ૬ કોપીકેસ અને ધોરણ-૧૨માંથી ૪ કોપીકેસ સામે આવ્યા હતા.બીજા  ૪ ડમી કેસ વિવિધ ત્રણ શહેરમાંથી નોંધાયા હતા. બોર્ડ વિભાગે કહ્યું હતું કે આ ચારેય ડમી કેસ પર પોલીસની કાર્યવાહી કરવામાં આવશે.