Not Set/ ગાંધીનગરમાં નાયબ મત્સ્યોદ્યોગ નિયામકને એક લાખની લાંચ લેતાં ACB એ ઝડપ્યો

અમદાવાદ: ગાંધીનગરમાં સરગાસણ ચાર રસ્તા પાસે એક લાખ રૂપિયાની લાંચ લેતાં નાયબ મત્સ્યોદ્યોગ નિયામક એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો. જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેના ખિસ્સામાંથી રૂ. બે લાખની રોકડ રકમ પણ મળી આવી હતી. આ મામલે એસીબીએ આરોપી એવા ક્લાસ વન અધિકારી મહેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી કાર્યવાહી ધરી છે. આ અંગે પ્રાપ્ત […]

Top Stories Ahmedabad Gujarat Trending
Botad district panchayat executive chairman and member was caught taking bribe of 80 thousand

અમદાવાદ: ગાંધીનગરમાં સરગાસણ ચાર રસ્તા પાસે એક લાખ રૂપિયાની લાંચ લેતાં નાયબ મત્સ્યોદ્યોગ નિયામક એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો. જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેના ખિસ્સામાંથી રૂ. બે લાખની રોકડ રકમ પણ મળી આવી હતી. આ મામલે એસીબીએ આરોપી એવા ક્લાસ વન અધિકારી મહેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી કાર્યવાહી ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ખાતે ન્યૂ મેન્ટલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મત્સ્યોદ્યોગ કચેરીના નાયબ મત્સ્યોદ્યોગ નિયામક એવા ૪૩ વર્ષીય મહેન્દ્ર કરશન ચૌધરીએ માછલાં પકડવા (ફિશિંગ) માટેનો કોન્ટ્રાક્ટ ધરાવતા એક કોન્ટ્રાક્ટરને તેના કોન્ટ્રાક્ટમાં બમણો લાભ કરાવી આપવા માટે વાર્ષિક 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ અંગે અધિકારી મહેન્દ્ર ચૌધરીએ કોન્ટ્રાક્ટરના બે કોન્ટ્રાક્ટ મંજૂર કરાવી આપ્યા હતા. આ બે કોન્ટ્રાક્ટ મંજૂર કરાવી આપવા બદલ કોન્ટ્રાક્ટરે નાયબ મત્સ્યોદ્યોગ નિયામક મહેન્દ્ર ચૌધરીને રૂપિયા સાત લાખની રકમ ચૂકવી આપી હતી. જયારે બાકી રહેલી રકમ કટકે કટકે ચૂકવવાની થતી હતી.

આ સોદો કર્યા પછી કોન્ટ્રાક્ટર નાયબ મત્સ્યોદ્યોગ નિયામક મહેન્દ્ર ચૌધરીની માંગણીઓથઈ કંટાળી ગયો હતો. આથી કોન્ટ્રાક્ટરે શનિવારે ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ને આ મામલે ફરિયાદ કરી હતી. જેના અંતર્ગત એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા સોમવારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં કલાસ વન અધિકારી મહેન્દ્ર ચૌધરી પોતાની કારમાં સરગાસણ ચોકડી આવ્યો હતો. અને ફરિયાદી કોન્ટ્રાક્ટરને સાથે લઈને સરગાસણ પાસે આવેલ ખેતલાઆપા નામની ચાની દુકાને ચા પીવા ગયો હતો. ચા પીને પરત આવ્યા પછી અધિકારી તેની કારમાં બેસીને પૈસા ગણતો હતો. ત્યારે ગાંધીનગર એસીબીના પીઆઈ કે. આર. ડાભી અને તેની ટીમે નાયબ મત્સ્યોદ્યોગ નિયામક મહેન્દ્ર ચૌધરીને એક લાખ રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો હતો.

એસીબીની ટીમે તેને ઝડપી લીધા બાદ તેની તલાશી લેતા તેના ખિસ્સામાંથી વધુ બે લાખની રોકડ રકમ મળી આવી હતી. આમ એસીબીની ટીમે લાંચ પેટેના એક લાખ રૂપિયા સહિત કુલ ત્રણ લાખ રૂપિયાની રકમ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.