Not Set/ પત્ની સાથે કાકાના આડા સંબધ પર વહેમ આવતા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું

અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામમાં રવિવારની રાત્રે કાકા પર પોતાની પત્ની અંગેનો વહેમ રાખી કાકા પર તીક્ષણ હથિયાવડે હુમલો કરી મોતના હવાલે કરી દેતા પુરા ગામમાં ચકચાર મચી ગઈ હતી. જેમાં ભત્રીજાએ તેની પત્ની સાથે કાકાના આડા સબંધો હોવાનો વહેમ રાખી કાકા સાથે બોલાચાલી કરી હતી, જેમા ઉશ્કેરાઈ જઈને ભત્રીજાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેના […]

Gujarat
bsn પત્ની સાથે કાકાના આડા સંબધ પર વહેમ આવતા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું

અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામમાં રવિવારની રાત્રે કાકા પર પોતાની પત્ની અંગેનો વહેમ રાખી કાકા પર તીક્ષણ હથિયાવડે હુમલો કરી મોતના હવાલે કરી દેતા પુરા ગામમાં ચકચાર મચી ગઈ હતી.

જેમાં ભત્રીજાએ તેની પત્ની સાથે કાકાના આડા સબંધો હોવાનો વહેમ રાખી કાકા સાથે બોલાચાલી કરી હતી, જેમા ઉશ્કેરાઈ જઈને ભત્રીજાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેના કાકાનું ઢીમ ઢાળી દીધુ હતુ.

બનાવ અંગે ગામ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યા કર્યા બાદ ફરાર થઈ જનાર ભત્રીજા નામે સુરેશભાઈ સાબુભાઈ ડાભી સામે હત્યાનો કેસ નોંધીને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે મરણ જનારનું નામ રમેશભાઈ તેજાભાઈ ડાભી હતુ અને વર્ષો પહેલા તેની પત્નીનું મોત થયુ હતુ. માટે તે પોતાના બાળકો સાથે રહેતો હતો.

જોકે રમેશભાઈનો ભત્રીજો રમેશભાઈ પોતાની પત્નીના કાકા સુરેશ સાથે આડા સબંધ હોવાનો વહેમ રાખી રવિવારની સાંજે બન્ને કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી થઇ હતી તેમજ તીક્ષણ હથીયાર વડે હુમલો કરતા રમેશ ભાઈ તેજાભાઈનું મોત ઘટના સ્થળે જ થયું હતું. આ બનાવની જાણ સોમવારના સવારે ગામ લોકોને થતા લોકોના ટોળે ટોળા બનાવ સ્થળે ભેગા થઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામે ભત્રીજાના હાથે કાકાની હત્યાનો બનાવ બનતા અરેરાટી વ્યાપી ગઈ હતી.