Not Set/ વડોદરાની સરકારી હોસ્પિટલમાં નથી સાધનો કે નથી ડોક્ટરો, ખુદ હોસ્પિટલના જ સીનીયર તબીબે કેવા આરોપો લગાવ્યાં વાંચો

વડોદરા, અમદાવાદ હોય કે વડોદરા કે પછી સુરત અને રાજકોટ.. જ્યાં જાવ ત્યાં હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીને કારણે દર્દીઓનાં જીવ જઇ રહ્યા હોવાનાં કિસ્સા સામે આવી રહ્યાં છે,પરંતુ જ્યારે આ પ્રકારનાં આરોપ કોઇ દર્દી કે તેના સગાનાં બદલે ખુદ હોસ્પિટલનાં તબીબ જ કરે ત્યારે મામલો વધુ ગંભીર બની જાય. વડોદરા સરકારી એસ એસ જી હોસ્પિટલનાં […]

Gujarat
vdr ssg hospital વડોદરાની સરકારી હોસ્પિટલમાં નથી સાધનો કે નથી ડોક્ટરો, ખુદ હોસ્પિટલના જ સીનીયર તબીબે કેવા આરોપો લગાવ્યાં વાંચો

વડોદરા,

અમદાવાદ હોય કે વડોદરા કે પછી સુરત અને રાજકોટ.. જ્યાં જાવ ત્યાં હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીને કારણે દર્દીઓનાં જીવ જઇ રહ્યા હોવાનાં કિસ્સા સામે આવી રહ્યાં છે,પરંતુ જ્યારે આ પ્રકારનાં આરોપ કોઇ દર્દી કે તેના સગાનાં બદલે ખુદ હોસ્પિટલનાં તબીબ જ કરે ત્યારે મામલો વધુ ગંભીર બની જાય.

વડોદરા સરકારી એસ એસ જી હોસ્પિટલનાં ન્યુરો સર્જરી વિભાગનાં જ ડોક્ટરે પત્રકાર પરિષદ કરી હોસ્પિટલ મેનેજમેન્ટની કાર્યશૈલી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.ન્યુરોસર્જરીના ડિપાર્ટમેન્ટના ડોક્ટર અમય પાટણકરે હોસ્પિટલમાં નિષ્ણાત તબીબનો અભાવથી લઇને સાધનોના અભાવ પર વહીવટીતંત્ર પણ આરોપો મુક્યા હતા.ડોક્ટર અમય પાટણકરને હોસ્પિટલના વહીવટીતંત્ર પર આરોપ મુકતાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલીસ્ટ તબીબો નથી.સરકારે માનદ તબીબોની 8 જગ્યાઓ મંજુર કરી હતી તેમ છતાં ઇન્ટરવ્યુ થઇ ગયા હોવા છતાં સુપરસ્પેશિયાલીસ્ટ તબીબોની  જગ્યા ભરાઇ નથી.તબીબોની સાથે સાથે સાધનો ઓછા હોવાને કારણે દર્દીઓની હાલત ગંભીર બની જતી હોય છે.

ડો.પાટણકર સયાજી હોસ્પિટલનાં ન્યુરો સર્જન વિભાગનાં વડા છે. અને તેમણે જ હોસ્પિટલનાં સુપ્રિટેનડેન્ટને આવેદનપત્ર આપી બળાપો ઠાલવ્યો હતો. સર્જરી વિભાગનાં વડા દ્વારા કરવામાં આવેલ આક્ષેપોએ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલતાં વહીવટ સામે સવાલો ઉભા કર્યા છે.

જો કે એસએસજી હોસ્પિટલનાં સુપ્રિટેનડેન્ટ ડો.રાજીવ દેવેશ્વરે ડો.પાટણકરનાં આક્ષેપો કહ્યું હતું કે  તબીબીનો ભરતીની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે અને તેમની નિમણુંક ઝડપથી કરાશે.સાધનોની ખરીદી પણ રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્રારા થતી હોય છે.અમારી પાસે સાધનો ઓછા છે અને પાવર પણ મર્યાદિત છે.