Not Set/ 31 ડિસેમ્બરે દારૂ પીને કેબમાં બેઠા તો રંગમાં ભંગ પડી શકે છે, થઈ જશે પોલીસને જાણ

આજે 31મી ડિસેમ્બરે પાર્ટીના શોખીનો દારૂ પીને મોડી રાત સુધી રખડશે.આવા અનેક પાર્ટી શોખીનો નશાની હાલતમાં કેબ કરાવીને ઘરે પહોંચતા હોય છે.જો કે  અમદાવાદમાં ન્યુ યર ઈવની ઉજવણીમાં દારુ પીધા બાદ કેબ કરવી એટલે સામે ચાલીને પોલીસ સ્ટેશન જવા બરાબર થશે. કેમ કે, શહેરમાં લગભગ તમામ કેબ ડ્રાઈવર્સને પોલીસે કડક સૂચના આપી રાખી છે કે […]

Ahmedabad Gujarat
aamay 6 31 ડિસેમ્બરે દારૂ પીને કેબમાં બેઠા તો રંગમાં ભંગ પડી શકે છે, થઈ જશે પોલીસને જાણ

આજે 31મી ડિસેમ્બરે પાર્ટીના શોખીનો દારૂ પીને મોડી રાત સુધી રખડશે.આવા અનેક પાર્ટી શોખીનો નશાની હાલતમાં કેબ કરાવીને ઘરે પહોંચતા હોય છે.જો કે  અમદાવાદમાં ન્યુ યર ઈવની ઉજવણીમાં દારુ પીધા બાદ કેબ કરવી એટલે સામે ચાલીને પોલીસ સ્ટેશન જવા બરાબર થશે. કેમ કે, શહેરમાં લગભગ તમામ કેબ ડ્રાઈવર્સને પોલીસે કડક સૂચના આપી રાખી છે કે જો તેમની કેબમાં કોઈ વ્યક્તિ પીધા પછી બેસે તો તેમણે પોલીસને આ અંગે જાણ કરવી.

અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ મોટાભાગની ટેક્સીની  સેવા આપતી કેબ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી છે અને સૂચના આપી છે કે જો દારુ પીધેલો અથવા જેની પાસે દારુ હોય તેવા વ્યક્તિ જો તેમના વાહનમાં બેસે તો તાત્કાલીક પોલીસને જાણ કરવી.આ અંગે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જો ડ્રાઈવરને જાણ થાય કે પેસેન્જરે દારુ પીધો છે કે પછી તેની પાસે દારુ છે. તો તેણે પોતાનું લોકેશન પોલીસ સાથે શેર કરવું પડશે. જેના આધારે પોલીસ તેને ટ્રેક કરી લેશે.

પોલીસે આ સાથે કેબ ડ્રાઈવર્સને કડક સૂચના પણ આપી છે કે પોલીસ ચેકિંગમાં તેમના વાહનમાં આવા કોઈ વ્યક્તિ મળી ગયા અને તેમણે પહેલાથી પોલીસને જાણ નહીં કરી હોય તો તેમની વિરુદ્ધ આકરા પગલા લેવામાં આવશે.

શહેરમાં દારૂ પીધેલાઓને પકડવા માટે 5000 પોલીસકર્મીઓ તહેનાત હશે, જેમાંથી 1500 મહિલા પોલીસકર્મીઓ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.