Not Set/ નળ સરોવર સૂકુંભઠ, પાણી સુકાતા પક્ષીઓ ઉડી ગયા,ટુરિઝમને મોટો ફટકો

ગુજરાતમાં જળસંકટ ત્રાટક્યું છે. ઠેર-ઠેર લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે ગુજરાતના વારસા સમાન સરોવળ જેમાં ક્યારેય પાણી ખૂટતું નથી. જે કુદરતી સૌંદર્યનો ખજાનો છે. જેને પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે. તે નળસરોવર આજે તે સૂકું ભટ્ટ બની ગયું. અહીંયા પક્ષીઓ તો ઠીક પાણીનું એક ટીપું પણ નથી દેખાતું. એટલું જ નહીં અનેકપરિવારોની […]

Top Stories Gujarat Others
trp 1 નળ સરોવર સૂકુંભઠ, પાણી સુકાતા પક્ષીઓ ઉડી ગયા,ટુરિઝમને મોટો ફટકો

ગુજરાતમાં જળસંકટ ત્રાટક્યું છે. ઠેર-ઠેર લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે ગુજરાતના વારસા સમાન સરોવળ જેમાં ક્યારેય પાણી ખૂટતું નથી. જે કુદરતી સૌંદર્યનો ખજાનો છે. જેને પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે. તે નળસરોવર આજે તે સૂકું ભટ્ટ બની ગયું. અહીંયા પક્ષીઓ તો ઠીક પાણીનું એક ટીપું પણ નથી દેખાતું. એટલું જ નહીં અનેકપરિવારોની રોજી છીનવાઈ છે. ત્યારે કેવી છે ભર ઉનાળે નળસરોવરની સ્થિતિ જુઓ આ અહેવાલમાં.

Image result for નળ સરોવર

સાણંદ નજીક આવેલા નળ સરોવર જે વિદેશી પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું છે. 120.82 ચો.કિમીમાં ફેલાયેલા નળ સરોવર પ્રવાસીઓ માટે પણ મહત્વનું સ્થળ બની ગયું હતું. નળ સરોવરમાં બોટની મજા માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. પણ હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નળ સરોવર સુક્કુભઠ્ઠ બની ગયું છે. અને તમામ બોટો ઉંધી પડેલી જોવા મળે છે. અને સરોવર જાણે રણ હોય તેવા દૃશ્યો નજરે  અને વિદેશી પક્ષી તો ઠીક પણ એક કાગડો પણ સરોવર અસ્સ્પસ્સ ફરકતો જોવા નથી મળતો. સરોવરની આજુબાજુના વૃક્ષો પણ સુકાયેલા છે. 17 વર્ષ બાદ ફરી એક વાર સરોવર સુકાઈ ગયું છે. પાણીનું એક ટીપું પણ સરોવરમાં જોવા નથી મળતું.

ગરમી અને તડકાની અસર નળસરોવર પર પણ જોવાં મળી છે. 120.82 ચો કિ.મીમાં ફેલાયેલું નળસરોવર પણ આખરે સુકાઇ ગયું છે. અંદાજે 2 મહિનાથી નળસરોવર પાણી વિહીન બની ગયું છે. નળસરોવરને કિનારે આવેલાં 12 જેટલાં ગામોમાં પણ પાણીની અછત સર્જાઈ છે.

Related image

નળસરોવર સુકાતા 12 ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. સાથેજ નળસરોવર સુકાતાં પ્રવાસીઓ માટે જાહેરનામું તૈયાર કરાયું છે. વર્ષ 2001 બાદ ફરી એક વાર નળસરોવર સુકાયું છે. જેને પગલે 300 લાયન્સ ધારક નાવડીઓ ઠપ્પ થઈ ગઇ છે. નાવડી ચાલકોની રોજગારી પર પણ માઠી અસર પડી છે.

ચોમાસામાં નળસરોવરમાં સરેરાશ 7થી 8 ફૂટ પાણી હોય છે.પરંતુ આ વખતે ઓછાં વરસાદનાં કારણે ચોમાસામાં પણ નળસરોવરમાં માત્ર 2થી 3 ફૂટ પાણી ભરાયું હતું.નળસરોવર  વનવિભાગનાં અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષિત એક વિશાળ સરોવર છે.હજરો વિદેશી પક્ષીઓ આ અભ્યારણમાં લાખો કિલોમીટર દૂર થી આવે છે.ઉનાળાની શરૂઆત થતા જ પાણી  ની તંગી આ વિસ્તરામાં જોવા મળે છે જેના કારણે પક્ષીઓ અહિયાંથી ચાલ્યા જાય છે.પક્ષીઓને જોવા માટે હજારો લોકો અહીંયા મુલાકાતે આવે છે. પરંતું આ વર્ષે સરોવરમાં પાણી ન હોવાથી અભ્યારણમાં  આવી રહ્યા.જેના કારણે અભ્યારણ ની આવક તૂટી છે તો સામે કેટલાય પરિવારોને રોજગારી માટે સ્થળાંતર કરવાની ફરજ પડી  છે.