Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે કર્યુ મતદાન

અમદાવાદ, બીજા તબક્કાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. દિલ્હીથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અને જ્યાંથી તેઓ રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોચ્યા ત્યારે નરેન્દ્ર મોદીને નિહાળવા માટે નિશાન સ્કૂલની બહાર બહોળી સંખ્યામાં સમર્થકો અને લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ પહોંચ્યા બાદ સોમાભાઇને […]

Gujarat
modi voted 647 121417012848 1 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે કર્યુ મતદાન

અમદાવાદ,

બીજા તબક્કાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. દિલ્હીથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અને જ્યાંથી તેઓ રાણીપ ખાતે નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોચ્યા ત્યારે નરેન્દ્ર મોદીને નિહાળવા માટે નિશાન સ્કૂલની બહાર બહોળી સંખ્યામાં સમર્થકો અને લોકોનો જમાવડો જોવા મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ પહોંચ્યા બાદ સોમાભાઇને વંદન કર્યા હતા અને સામાન્ય નાગરિક જે રીતે મતદાન કરવા માટે કતારમાં ઉભો રહેતો હોય છે, તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓળખપત્ર સાથે કતારમાં ઉભા રહ્યાં હતા અને મતદાન કર્યું હતું.

તો મોદીને જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જોકે મોદીએ મતદાન કર્યા બાદ રોડ શો જેવો માહોલ સર્જાતા કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે