Election/ શું CM રૂપાણી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતા કરશે મતદાન?

રાજ્યની અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં આવતીકાલના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે આવામાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી આવતીકાલે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરીને મત આપવા આવશે.

Top Stories Gujarat Others
a 256 શું CM રૂપાણી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતા કરશે મતદાન?

રાજ્યની અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં આવતીકાલના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે આવામાં ગુજરાતના સીએમ વિજય રૂપાણી આવતીકાલે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરીને મત આપવા આવશે. મળતી મળી રહી છે કે, સીએમ રૂપાણી PPE કીટ પહેરીને તેઓ મતદાન કરવા પહોંચશે. આપને જણાવી દઈએ કે એવા પણ અહેવાલ છે કે આજે તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, જો યુ. એન. મહેતા હોસ્પિટલના તબીબો સલાહ આપશે તો જ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કરવા જશે, તેવું જાણવા મળ્યું છે. જો‌ મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન કરવા જશે તો કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી મતદાન કરવાની દેશમાં પહેલી ઘટના બનશે. કોરોનાની ગાઈનલાઈન પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન PPE  કીટ પહેરીને કરવું પડશે.

નોંધનીય છે કે,  વડોદરાની એક સભામાં ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર પડી ગયા હતા. જે બાદ તેમને ચેકઅપ માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે, હાલ તેમની તબિયત સુધાર પર છે. તો 21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં મનપાની ચૂંટણીનું મતદાન યોજાશે. તે પહેલા CM રૂપાણીને રાજકોટ હોમ આઈસોલેટ કરી શકે છે. તો સાથે આગામી મતદાનમાં પણ CM રૂપાણી PPE કીટ પહેરી મતદાન કરી શકે તેવી સૂત્રોની માહિતી છે. જો કે, હાલતો તબીબોએ CMને આરામ કરવાની સલાહ આપી છે.