Not Set/ ફી રેગ્યુલેટરી કમિટીએ જાહેર કર્યું ટેકનીકલ કોલેજનું ફી ધોરણ, જુઓ કઈ કોલેજોની ફીમાં થયો વધારો અને ઘટાડો

રાજ્યની પ્રાઇવેટ એન્જિનિયરિંગ અને ફાર્મસીની જુદી જુદી કોલેજો દ્વારા ફી વધારા અંગેની દરખાસ્ત ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. આ દરખાસ્ત બાદ ફી રેગ્યુલેટરી કમિટીએ ગુરુવારે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સુધીના ત્રણ વર્ષની ફી જાહેર કરી છે. ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ કુલ ૬૧૩ કોલેજોએ ફી અંગેની દરખાસ્ત રજૂ કરી હતી. જેમાંથી ૫૬૪ કોલેજોની ફી […]

Top Stories
22971 Atmiya Institute of Technology Science Engineering 777x437 1 ફી રેગ્યુલેટરી કમિટીએ જાહેર કર્યું ટેકનીકલ કોલેજનું ફી ધોરણ, જુઓ કઈ કોલેજોની ફીમાં થયો વધારો અને ઘટાડો

રાજ્યની પ્રાઇવેટ એન્જિનિયરિંગ અને ફાર્મસીની જુદી જુદી કોલેજો દ્વારા ફી વધારા અંગેની દરખાસ્ત ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. આ દરખાસ્ત બાદ ફી રેગ્યુલેટરી કમિટીએ ગુરુવારે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સુધીના ત્રણ વર્ષની ફી જાહેર કરી છે. ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ કુલ ૬૧૩ કોલેજોએ ફી અંગેની દરખાસ્ત રજૂ કરી હતી. જેમાંથી ૫૬૪ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.

કમિટી દ્વારા રજુ કરાયેલી વિગતમાં ૨૧૨ કોલેજોની ફી વધારવામાં આવી છે જયારે ૧૯ કોલેજોની ફે ઘટાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્દુકાકા કોલેજની ફી સૌથી વધારે છે તેમ છતાં તેણે ૨૦૦ % નો વધારો માંગ્યો હતો.તેના બદલામાં તેને ૦% વધતો મળ્યો હતો.

ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા આ કોલેજોની દરખાસ્ત રજુ કરી છે. 

એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીની ૧૧૩ કોલેજોની ફી નક્કી કરવામાં આવી છે.

જેમાં ફાર્મસીની ૬૫ ,આર્કીટેક્ચરની ૨૮,પ્લાનીંગની ૫ કોલેજોની ફી નક્કી કરી છે.

૨૧૨ કોલેજોની ફી વધી છે, જ્યારે માત્ર ૧૯ કોલેજોની ફી ઘટી છે.

ઇન્દુકાકા ઇપકો કોલેજ દ્વારા ૨૦૦ ટકા ફી વધારો માંગ્યો હતો જેમાં ૦ ટકા ફી વધારો આપવામાં આવ્યો છે.

સેપ્ટ દ્વારા ૧૬૧ ટકા વધારો માંગવામાં આવ્યો હતો, જેણે ૧૪.૮૪ ટકાનો ફી વધારો આપવામાં આવ્યો છે.

ઇન્સ્ટિટ્યૂટ નિરમા ૧૩૯ % નો વધારો માંગ્યો હતો જેમાં ૧૫ % નો ફી વધારો આપવામાં આવ્યો.

ઓફ ગ્રુપ કોલેજ દ્વારા ૧૩૪ % ફી વધારો માંગવામાં આવ્યો હતો જેમાં ૪.૬૮ % નો ફી વધારો આપવામાં આવ્યો.

ભગવાન મહાવીર કોલેજ દ્વારા ૧૧૯ % વધારો માંગ્યો હતો જેમાં ૮.૮૨ % નો ફી વધારો આપવામાં આવ્યો.

અમૃત મોદી કોલેજ દ્વારા ૧૧૦ % વધારો મંગાયો હતો જેમાં ૧૫% નો ફી વધારો આવ્યો છે.

Cept બીઆર દ્વારા ૧૦૦ % વધારો માંગ્યો હતો જેમાં ૧૫ % નો ફી વધારો આપવામાં આવ્યો.

એમ.કે કોલેજ ઓફ પાટણ દ્વારા ૧૦૦ ટકાનો વધારો માંગવામાં આવ્યો હતો જેમાં ૪ % નો ફી વધારો આપવામાં આવ્યો.

ગીનીભાઈ છગનભાઇ પટેલ કોલેજે ૧૦૦ % નો વધારો માંગ્યો હતો જેમાં ૦ % નો ફી વધારો આપવામાં આવ્યો છે.