Not Set/ નાણામંત્રી નીતિન પટેલ 2જી જુલાઇએ રજૂ કરશે ગુજરાતનું બજેટ, આપી આવી માહિતી…

ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ની અધ્યક્ષતામાં બજેટ મુદ્દે બેઠક યોજવામા આવી હતી. નાણામંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં નાણા મંત્રાલય દ્રારા આ વિશેષ બેઠક યોજવામાં આવી હતી. બેઠક બાદ પ્રેસનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, 2 જુલાઈના રોજ નાણાં પ્રધાન તરીકે બજેટ રજૂ કરીશ. નવી યોજનાઓને આચાર સંહિતાને કારણે જાહેર કરાઈ ન હતી, […]

Top Stories Gujarat
Gujarat budget Nitin Patel નાણામંત્રી નીતિન પટેલ 2જી જુલાઇએ રજૂ કરશે ગુજરાતનું બજેટ, આપી આવી માહિતી...

ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ની અધ્યક્ષતામાં બજેટ મુદ્દે બેઠક યોજવામા આવી હતી. નાણામંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં નાણા મંત્રાલય દ્રારા આ વિશેષ બેઠક યોજવામાં આવી હતી. બેઠક બાદ પ્રેસનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, 2 જુલાઈના રોજ નાણાં પ્રધાન તરીકે બજેટ રજૂ કરીશ. નવી યોજનાઓને આચાર સંહિતાને કારણે જાહેર કરાઈ ન હતી, જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બજેટ પ્રવચનને લઇ પ્રધાનોની કમિટી બનાવવામાં આવી છે. કરવેરાનાં “બી પત્રક”  મામલે કોઈ સાથે ચર્ચા કરાતી નથી તેમ પણ જણાવ્યું હતુ.

nitin 1514642586 નાણામંત્રી નીતિન પટેલ 2જી જુલાઇએ રજૂ કરશે ગુજરાતનું બજેટ, આપી આવી માહિતી...

 

નાણામંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્રારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર ની આવક કોઈ ચોરી ન લે તેનું ધ્યાન રાખીએ છીએ. સરકાર વહીવટી સુધારા કરે છે. રાજ્ય સરકારની માલિકી કે વહીવટમાં સમાવેશ થતી તમામ હોસ્પિટલો, શાળા, કોલેજો ,બિલ્ડીંગોને ફાયર સુવિધાથી સજ્જ કરવામા આવશે. ફાયર સિસ્ટમ ને વધુ સક્ષમ બનાવવા માટે નાણાકીય ફાણવણી કરાશે તેવી જાણકારી પણ નીતિન પટેલ દ્રારા આપવામા આવી હતી.

જનતા ને પાણી આપવા મુદ્દે નાણામંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્રારા જણાવવામા આવ્યું કે જુલાઈ મહિના સુધી નર્મદા આધારિત યોજનાઓમાં પાણી આપીએ છીએ, તે ગુજરાત ની જનતા માટે અનામત રાખ્યું છે. હાલ જ સરકાર દ્રારા નર્મદાના પાણીથી અનેક નાના મોટા જળાશયો ભરવામા આવ્યા છે જેથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની પીવાનાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.