Not Set/ ગુજરાત/ લોક ગાયિકા ગીતા રબારી ડેન્ગ્યુનાં ભરડામાં, ડૉક્ટરનું કહેવુ ગીતા રબારી હવે….

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુનાં કેસમાં વધારો નોંધાયો હોવાના સમાચાર સામે આવતા રહ્યા છે. ડેન્ગ્યુનાં કેસમાં દિવસો જતા વધારો નોંધાયા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. ત્યારે હવે રાજ્યની જાણીતી લોકગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યુનાં ભરડામાં આવી ગઇ છે. જેમની હાલમાં સારવાર ચાલી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, કચ્છની કોયલ કંઠ ધરાવનાર ગીતા રબારી […]

Top Stories Gujarat Others
Geeta Rabari ગુજરાત/ લોક ગાયિકા ગીતા રબારી ડેન્ગ્યુનાં ભરડામાં, ડૉક્ટરનું કહેવુ ગીતા રબારી હવે....

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુનાં કેસમાં વધારો નોંધાયો હોવાના સમાચાર સામે આવતા રહ્યા છે. ડેન્ગ્યુનાં કેસમાં દિવસો જતા વધારો નોંધાયા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. ત્યારે હવે રાજ્યની જાણીતી લોકગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યુનાં ભરડામાં આવી ગઇ છે. જેમની હાલમાં સારવાર ચાલી રહી છે.

Related image

મળી રહેલી માહિતી અનુસાર, કચ્છની કોયલ કંઠ ધરાવનાર ગીતા રબારી થોડા દિવસો પહેલા એક પ્રોગ્રામ કરીને ઘરે આવી હતી ત્યારે તેને શરીરમાં દુખાવો અને તાવ આવી ગયો હતો, જે બાદ ગાતી રબારીને ડૉક્ટર પાસે લઇ જવામાં આવ્યા હતા. જ્યા રિપોર્ટ કર્યા બાદ સામે આવ્યુ હતુ કે તેમને ડેન્ગ્યુ છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરનું કહેવુ છે કે, ગીતા રબારીએ થોડા દિવસો સંપૂર્ણ આરામ કરવાની જરૂર છે.

Image result for geeta rabari

આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જસદણનાં ધારાસભ્ય કુવરજી બાવળીયા પણ ડેન્ગ્યુનાં ભરડામાં આવ્યા હતા. હવે ગુજરાતની જાણીતી કોયલ કંઠી ગીતા રબારી ડેન્ગ્યુની ચપેટમાં આવી ગયા છે. ત્યારે રાજ્યમાં સરકાર દ્વારા કરવામાં આવતા સ્વચ્છતાનાં વાયદાઓ જાણે પોકળ હોય તેવા સાબિત થઇ રહ્યા છે. પ્રતિષ્ઠિત લોકો જો આ રીતે ડેન્ગ્યુનો શિકાર બની જતા હોય ત્યારે સામાન્ય નાગરિકનાં સ્વાસ્થ્ય પર મોટા સવાલો ઉભા થાય તો કોઇ નવાઇ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.