Not Set/ ગુજરાત/ આજથી રાજ્યભરમાં ફાસ્ટેગનો અમલ શરૂ, મળશે લાંબી લાઇનોથી મુક્તિ

કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરે નેશનલ હાઇવે ઓથોરિટી પરના ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યા હતા. પરંતુ મોટાભાગના વાહન માલિકોએ ફાસ્ટેગ બનાવ્યો ન હતો. તેથી, ફાસ્ટેગ બનાવવા માટે, 15 જાન્યુઆરી સુધી મુદત આપવામાં આવી હતી. હવે જ્યારે ફાસ્ટેગ ફરજિયાત થઇ ચૂક્યું છે, પરંતુ ટોલ બૂથ પર એક કેશ લેનની વ્યવસ્થા પણ હશે. જો કે હાલ કેશ લેનમાં ભારે લાઇનનો સામનો […]

Gujarat Others
fastag ગુજરાત/ આજથી રાજ્યભરમાં ફાસ્ટેગનો અમલ શરૂ, મળશે લાંબી લાઇનોથી મુક્તિ

કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરે નેશનલ હાઇવે ઓથોરિટી પરના ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યા હતા. પરંતુ મોટાભાગના વાહન માલિકોએ ફાસ્ટેગ બનાવ્યો ન હતો. તેથી, ફાસ્ટેગ બનાવવા માટે, 15 જાન્યુઆરી સુધી મુદત આપવામાં આવી હતી. હવે જ્યારે ફાસ્ટેગ ફરજિયાત થઇ ચૂક્યું છે, પરંતુ ટોલ બૂથ પર એક કેશ લેનની વ્યવસ્થા પણ હશે. જો કે હાલ કેશ લેનમાં ભારે લાઇનનો સામનો વાહનચાલકોએ કરવો પડી શકે છે, અને બેવડો ટોલ પણ ચૂકવવો પડશે.

નવ જાન્યુઆરી સુધી મળેલા આકંડા પ્રમાણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1.26 કરોડ ફાસ્ટેગ ઇશ્યુ કર્યા છે. જેમાંથી 60 ટકા વ્યવહારો ફાસ્ટેગ લેનમાં શરૂ પણ થઇ ગયા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, જો ટોલ પ્લાઝા પરનું મશીન ફાસ્ટગને સ્કેન કરવામાં નિષ્ફળ જાય છે, તો વાહનને ટોલ વિના મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. જો આવું થાય, તો વાહન માલિકે પણ ટોલ પ્લાઝા પર મફત વ્યવહાર માટેની રસીદ આપવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.