Not Set/ ગાંધીનગર: OBC પંચે સર્વે કરાવે: મનોજ પનારા

ગાંધીનગર, ગાંધીનગરમાં પછાત વર્ગના ઓબીસી પંચની મુલાકાત પાસ કન્વીનર મનોજ પનારા સાથે પાસની ટીમે લીધી હતી.ત્યારે પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે, આજનો દિવસ ખુશીનો છે મરાઠાને અનામત આપવાની માહિતી આપી છે . દેર આયે દસ્તૂર આયેની જેમ અત્યાર સુધી અમે અનેક અરજીઓ આપ્યા બાદ પંચને મળ્યા બાદ ઓબીસી પંચના સુજ્ઞાબહેને અમને મળવા બોલાવ્યા છે […]

Top Stories Gujarat
vadodara reliance plant fire 16 ગાંધીનગર: OBC પંચે સર્વે કરાવે: મનોજ પનારા

ગાંધીનગર,

ગાંધીનગરમાં પછાત વર્ગના ઓબીસી પંચની મુલાકાત પાસ કન્વીનર મનોજ પનારા સાથે પાસની ટીમે લીધી હતી.ત્યારે પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે, આજનો દિવસ ખુશીનો છે મરાઠાને અનામત આપવાની માહિતી આપી છે .

દેર આયે દસ્તૂર આયેની જેમ અત્યાર સુધી અમે અનેક અરજીઓ આપ્યા બાદ પંચને મળ્યા બાદ ઓબીસી પંચના સુજ્ઞાબહેને અમને મળવા બોલાવ્યા છે અને હાર્દિક પટેલનો પાટણમાં હોવાનો કારણે તે હાજર નથી રહ્યો .

પરંતુ અમે ઈચ્છીએ છીએ કે જે સમાજની માંગણી છે તે તમામની માંગણી પૂરી થાય તેવું અમે ઈચ્છીએ છીએ અને આ માટે ઓબીસી પંચે સર્વે કરાવવો જોઈએ કારણ કે સર્વે કરાવ્યા વગર જેને પણ અનામત આપી છે ભૂતકાળમાં તે ટકી શકી નથી.

કોઈપણ જ્ઞાતિની અનામત માટેની માંગણી હોય તેમનો સર્વે કરાવવો જોઈએ. પાસ કન્વીનર મનોજ પનારાની આગેવાનીમાં પાસ ટીમ પછાત વર્ગના પંચ ઓબીસી પંચને મળવા આવી હતી

ઉલ્લેખનીય છે કે.,અનામત મુદ્દે સર્વેને લઈને 22 નવેમ્બરે હાર્દિક પટેલ સહિત પાસની ટીમ ઓબીસી પંચને મળી હતી. આ મુલાકાત સંદર્ભે ચર્ચા માટે પાસ ટીમને મળવા આમંત્રણ આપ્યું હતું.

પાસ કોર કમિટીમાંથી મનોજ પનારા, જયેશ પટેલ, ગીતાબેન પટેલ, ધાર્મિક માલવિયા, અન્ય પછાત વર્ગના પંચ ના વડા સુજ્ઞાબેન ભટ્ટને મળવા ગાંધીનગર અન્ય પછાત વર્ગના પંચની ઓફિસે આવી પહોંચ્યા હતાં.