Not Set/ સુરત : ધો.10ના વિદ્યાર્થીએ જીવના જોખમે 18 બાળકોને બચાવ્યા

સુરતના વેસુના આગમ આર્કેડમાં લાગેલી આગમાં એક વિદ્યાર્થીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કાચ તોડી તેની સાથે અભ્યાસ કરતા 18 બાળકોનો જીવ બચાવ્યો હતો. આ અંગે હોસ્પિટલમાં દાખલ ભવ્ય અરોરાએ જણાવ્યું હતું કે, અમે ક્લાસમાં ભણતા હતા અચાનક સાંજે 6:30 વાગ્યે લાઇટ જતી રહી હતી. અમને ખબર ન હતી કે નીચે આગ લાગી છે. મેડમ આવ્યા […]

Top Stories Gujarat Surat
22 1543441981 સુરત : ધો.10ના વિદ્યાર્થીએ જીવના જોખમે 18 બાળકોને બચાવ્યા

સુરતના વેસુના આગમ આર્કેડમાં લાગેલી આગમાં એક વિદ્યાર્થીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કાચ તોડી તેની સાથે અભ્યાસ કરતા 18 બાળકોનો જીવ બચાવ્યો હતો.

આ અંગે હોસ્પિટલમાં દાખલ ભવ્ય અરોરાએ જણાવ્યું હતું કે, અમે ક્લાસમાં ભણતા હતા અચાનક સાંજે 6:30 વાગ્યે લાઇટ જતી રહી હતી. અમને ખબર ન હતી કે નીચે આગ લાગી છે. મેડમ આવ્યા તેમણે અમને કહ્યું કે શોર્ટસર્કિટ છે, એટલે બધાને રજા આપીએ છીએ.

ભવ્યએ આગળ જણાવ્યું કે, ક્લાસીસમાં 60 થી 70 બાળકો હતા અમે દોડીને બહાર નીકળવા માટે દરવાજો ખોલ્યો ત્યાં જોરમાં ધુમાડો અંદર આવવા લાગ્યો એટલે દરવાજો તરત બંધ કરી દીધો.

થોડોક સમય બાદ કેટલાક બાળકોને ઊલટીઓ થવા માંડી અમે ખુબ જ ડરી ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા કંઈ સુઝ્યુ નહીં આખરે મે બારીનો કાચ તોડી નાંખ્યો. થોડો સમયમાં ફાયર બ્રિગેડ આવી પહોંચી હતી અને પછી અમને ક્રેઇન મારફતે નીચે ઉતાર્યા હતા.