Not Set/ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું ધારાસભ્ય પદ પરથી રાજીનામું

છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો હવે દૂર થઇ છે.અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી દીધું છે.ધારાસભ્યના પદ પરથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતાં રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. આપને જણાવી દઇએ કે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ આ રાજીનામું આપ્યું છે.અલ્પેશનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીમાં મારૂ અપમાન અને અવગણના કરવામાં આવે […]

Top Stories Gujarat
vbdslgvh 6 અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું ધારાસભ્ય પદ પરથી રાજીનામું

છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો હવે દૂર થઇ છે.અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી દીધું છે.ધારાસભ્યના પદ પરથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતાં રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

આપને જણાવી દઇએ કે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ આ રાજીનામું આપ્યું છે.અલ્પેશનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીમાં મારૂ અપમાન અને અવગણના કરવામાં આવે છે.

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાં પછી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘અમને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રાજનીતિ પર આશા હતી. પરંતુ અમારા માણસોનું કોઇ કામ નથી થયું તેથી રાજીનામું આપી દીધું છે.’

મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા હવે ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાએ જોર પકડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.